Not Set/ જો તમે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરતા હોય તો ડરવાની જરૂર નથી, છેતરપિંડીના કિસ્સામાં મળશે 5 કરોડ

અમદાવાદઃ નોટબંધી બાદ લોકોને સતત મુશ્કેલી પડી રહી છે એટલા માટે સરકારે ડિજીટર પેમેન્ટની શરૂઆત કરી છે. પરંતુ ડિજીટલ પેમેન્ટ કરતા ફ્રોડના કેસ વધાવાની શક્યતા જોતા લોકો ડિજીટલ પેમેન્ટ કરતા ડરે છે. તેમની સાથે છેતરામણી થવાની બીકે લોકો ઇ-પેમેન્ટથી દૂર રહે છે. ત્યારે રાજ્ય સરકારે ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે 5 કરોડ આપવાની જોગાવાઇ કરી […]

Gujarat

અમદાવાદઃ નોટબંધી બાદ લોકોને સતત મુશ્કેલી પડી રહી છે એટલા માટે સરકારે ડિજીટર પેમેન્ટની શરૂઆત કરી છે. પરંતુ ડિજીટલ પેમેન્ટ કરતા ફ્રોડના કેસ વધાવાની શક્યતા જોતા લોકો ડિજીટલ પેમેન્ટ કરતા ડરે છે. તેમની સાથે છેતરામણી થવાની બીકે લોકો ઇ-પેમેન્ટથી દૂર રહે છે. ત્યારે રાજ્ય સરકારે ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે 5 કરોડ આપવાની જોગાવાઇ કરી છે.

ડિજીટલ પેમેન્ટને પોત્સાહન આપવા માટે સરકારે વધુ એક ગ્રાહક લક્ષી કાયદો અમલામાં મુક્યો છે. આ કાયદામાં જો ડિજીટલ ટ્રાન્ઝેક્શન કરતી વખતે તેમારી સાથે કોઇ પણ પ્રકારની છેતરપિંડી થાય તો તમને નાણાકીય છેતરપિંડીના કિસ્સામાં આઇટી અધિનિયમ હેઠળ માતબર વળતર અને દંડની જોગવાઇ કરવામાં આવી છે. નાણાંકીય વ્યવહારોમાં પૂરતી કાળજી રાખવા છતાં પણ કોઇ અનિચ્છનીય બનાવ બને તો આઇટી અધિનિયમ-ર૦૦૦ની કલમ ૪૩ હેઠળ ભોગ બનનાર વ્યક્તિ રૂા. પ કરોડ સુધીનું વળતર મેળવી શકે છે.

આ કલમ હેઠળ ગેરકાયદે ઓનલાઇન ટ્રાન્જેકશનથી રૂપિયા બેંકમાં તબદિલ કર્યા હોય, ઇલેકટ્રોનિક ડેટાની ચોરી થઇ હોય અથવા કે.વાય.સી.નો ભંગ જેવા બનાવોનો પણ સમાવેશ થાય છે.

આઇટી અધિનિયમમાં સુધારા મુજબ દરેક રાજ્ય  સરકારના આઇ.ટી. સચીવને ન્યાયિક અધિકારી તરીકેની સત્તા આપવામાં આવી છે. જેઓને સિવિલ કોર્ટની પણ સત્તા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૧૩ અરજીઓ નોંધાઇ છે. જેમાં ૧૧ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે અને આ ૧૧ અરજીઓ પૈકી પ અરજીઓમાં વળતર આપવાના હુકમો પણ કરવામાં આવ્યા છે.