Not Set/ જુનાગઢમાં આ રીતે વેચાતો હતો આયુર્વેદિક દવાના નામે નશીલો પદાર્થ

અગાઉ જૂનાગઢ જિલ્લાનાં ચોરવાડ માળીયાહાટીના અને વંથલી પંથકમાંથી આયુર્વેદિક દવાના નામે વેચાતી નશાની ૧૫૦૦થી વધુ બોટલો પોલીસે કબજે કરી હતી

Gujarat Others
જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાંથી દિવસેને દિવસે નશીલા પદાર્થો પકડાઈ રહ્યા છે. દારૂ ડ્રગ્સ સહિતનાં નશીલા પદાર્થો યુવાધનને બરબાદ કરી રહ્યું છે ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસે યુવાધનને નશાનાં કારોબારમાંથી બહાર લાવવા માટે કમર કસી છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજાની સૂચનાથી એસોજી બ્રાન્ચ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં આયુર્વેદિક બીયર બાર ચાલી રહ્યું હોવાની એસ.ઓ.જી.ના પી.આઇ એએમ ગોહિલને બાતમી મળતા પોલીસે ઝાંઝરડા ચોકડી પાસે આવેલ દ્વારિકા પ્લાઝા ગ્રાઉન્ડ ફ્લોરમાં કૈલાશ હર્બલ નામની દુકાનમાં તપાસ કરતાં ત્યાંથી આયુર્વેદિક દવા ની 340 બોટલ કિંમત ૫૦ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પોલીસે આ નશાનો કારોબાર ચલાવનાર વિજય ગાહેનાણી અને બ્રિજેશ રૂપારેલીયા સહિત ૧૦ લોકોને ઝડપી લીધા હતા. હાલ પોલીસે આ મુદ્દામાલ જપ્ત કરીને આ બધાના નમૂના એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે.  જે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેમ ડીવાયએસપી જાડેજાએ જણાવ્યું હતું. અગાઉ જૂનાગઢ જિલ્લાનાં ચોરવાડ માળીયાહાટીના અને વંથલી પંથકમાંથી આયુર્વેદિક દવાના નામે વેચાતી નશાની ૧૫૦૦થી વધુ બોટલો પોલીસે કબજે કરી હતી. જૂનાગઢમાં ચાલતા આ નશાના કારોબાર પર પોલીસે ઘોંસ બોલાવી છે… જ્યારે હજુ પણ ધમધમી રહેલા બારો પર પોલીસ બાજ નજર રાખી રહી છે.

આ પણ વાંચો : પરમિશન વિના જ થતું હતું શૂટિંગ અને મેયર અચાનક આવી પહોંચ્યા પછી તો….