અમદાવાદ જિલ્લામાં સરખેજ-બાવળા હાઇવે પર મોટી દુર્ઘટના ઘટી છે. હાઇવે પર બાવળાના સરી ગામ પાસે એક ટ્રકમાં આગ લાગી હતી, જેમાં બે લોકો જીવતા ભૂંજાઈ ગયા છે.
બનાવ અંગે મળતી માહિતી મુજબ ચાંગોદર-બાવળા હાઇવે પર સરી ગામ પાસે ટ્રકમાં આગ લાગતા ટ્રકમાં ભરેલ ઓક્સિજનના બાટલામાં બ્લાસ્ટ થયો હતો. આ આગ એટલી ભયાનક હતી કે બે લોકો જીવતા ભૂંજાઈ ગયા છે અને મોતને ભેટ્યા છે.
ફાયર બ્રિગેડ અને 108 ઘટના ની જાણ થતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો
આ ટ્રકમાં રહેલા બેથી વધુ બાટલામાં આગ લાગી હતી અને બાટલા હવામાં ઉડી પાંચસો ફુટ દૂર પડ્યા હતા તેમજ હાઈવેની સામેની બાજુ પણ પડ્યાં હતા, જેમાં એક ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. હાઇવેનો એક બાજુનો ભાગ થોડી વાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે વાહનોની લાંબી લાઈન લાગી હતી અને ટ્રાફિકજામ થયો હતો. પોલીસે ટ્રાફિક હળવો કરવાની કામગીરી કરી હતી.
આ પણ વાંચો:Junagadh/જુનાગઢ : પોલીસના તોડ કાંડમાં ATS ના જૂનાગઢમાં ધામા, કેસમાં સંડોવાયેલા લોકોના લેવાઈ શકે છે નિવેદન
આ પણ વાંચો:Amreli/ધારી પંથકની ધરા ધ્રુજી ઉઠી, શું ભૂકંપના આંચકા હતા…
આ પણ વાંચો:Jamnagar/શહેરની જી.જી. હોસ્પિટલમાં ફરી એકવાર રખડતાં શ્વાનોનો વીડિયો વાયરલ
