Ahmedabad News/ ભોપાલ ધર્માંતર અને સેક્સ રેકેટમાં બે બહેનોની ધરપકડ, અમદાવાદ સુધી ફેલાયેલું છે નેટવર્ક

Ahmedabad Link Sex Racket: ભોપાલમાં નોકરીના બહાને હિન્દુ યુવતીઓને ફસાવી તેમનું ધર્માંતર અને શારીરિક શોષણ કરતા રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદ સુધી આ ગેંગના તાર જોડાયેલા છે.

Top Stories Ahmedabad Gujarat
Bhopal Conversion and Sex Racket Ahmedabad Link

Bhopal Conversion and Sex Racket Ahmedabad Link: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં હિન્દુ યુવતીઓને રોજગારી આપવાના બહાને ફસાવી તેમનું ધર્માંતર કરાવતા અને સેક્સ રેકેટ ચલાવતા એક ખતરનાક રેકેટનો પર્દાફાશ થયો છે. આ કેસમાં પોલીસની તપાસમાં અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે, જે મુજબ આ ગેંગના તાર ભોપાલથી લઈને છેક ગુજરાતના અમદાવાદ શહેર સુધી જોડાયેલા છે.

સ્પા સેન્ટરમાં નોકરીના બહાને ફસાવતી હતી બહેનો

પીડિત યુવતીઓની ફરિયાદના આધારે ભોપાલની બાગસેવનિયા પોલીસ સ્ટેશનમાં બે મુસ્લિમ બહેનો સહિત છ લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે. આરોપીઓમાં અમરીન ખાન ઉર્ફે માહિરા અને આફરીન ખાન નામની બે બહેનો મુખ્ય છે. આ બહેનો હિન્દુ યુવતીઓને સ્પા સેન્ટરોમાં સારી નોકરી અપાવવાનું લાલચ આપી પોતાના જાળમાં ફસાવતી હતી.

Bhopal Conversion and Sex Racket Ahmedabad Link

દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને નમાઝ પઢવા માટે દબાણ

પીડિત યુવતીઓએ પોલીસને જણાવ્યું કે, નોકરીની લાલચ આપી આ બહેનો યુવતીઓને પોતાના ભાઈઓ અને પ્રેમીઓ પાસે લઈ જતી હતી. ત્યાં તેમના પર દુષ્કર્મ ગુજારવામાં આવતું અને ત્યારબાદ તેના વીડિયો બનાવી તેમને બ્લેકમેલ કરવામાં આવતી હતી. આ ગેંગ યુવતીઓ પર નમાઝ પઢવા અને ધર્મ પરિવર્તન કરવા માટે પણ ભારે દબાણ કરતી હતી.

Sex Racketનો અમદાવાદ સાથે કનેક્શન: પોલીસ ગુજરાત આવશે

તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગે અનેક યુવતીઓને ભોપાલમાં શારીરિક શોષણનો શિકાર બનાવ્યા બાદ અમદાવાદમાં રહેતા તેમના ભાઈઓ પાસે મોકલી આપી હતી. ભોપાલ પોલીસ હવે આ મામલાની ઊંડી તપાસ કરવા માટે અમદાવાદ આવશે. એવી શંકા છે કે અમદાવાદમાં પણ આ ગેંગ દ્વારા અનેક યુવતીઓને શિકાર બનાવવામાં આવી હોઈ શકે છે.

ત્રણ આરોપીઓની ધરપકડ

પોલીસે અત્યાર સુધીમાં અમરીન ખાન, આફરીન ખાન અને તેમના ધર્માંતરિત પ્રેમી ચંદન યાદવની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ ગેંગના અન્ય સભ્યો બિલાલ, યાસિર અને ચાનૂ હજુ ફરાર છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ ગેંગમાં અન્ય કેટલી મુસ્લિમ મહિલાઓ અને યુવતીઓ સામેલ છે.


આ પણ વાંચો: ગેરકાયદે ધર્માંતરણ મામલે મોટી કાર્યવાહી, સરકારી સ્કૂલના આચાર્ય રામજી ચૌધરી સસ્પેન્ડ

આ પણ વાંચો: ધર્માંતરણ અને હિંદુઓની ઘટતી સંખ્યાને લઈ નીતિન પટેલે ધોકો પછાડ્યો 

આ પણ વાંચો: ભરૂચના આમોદમાં કાંકરિયા ગામે આખા ગામનું ધર્માંતરણ થતાં ચકચાર