MANTAVYA Vishesh/ ધર્માંતરણ અને હિંદુઓની ઘટતી સંખ્યાને લઈ નીતિન પટેલે ધોકો પછાડ્યો

ધર્માંતરણ અને હિંદુઓ(Hindus) ની ઘટતી જતી સંખ્યાના મુદ્દે ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે (Nitin Patel) ફરીથી ધોકો પછાડ્યો છે.

Uncategorized

ધર્માંતરણ અને હિંદુઓ(Hindus) ની ઘટતી જતી સંખ્યાના મુદ્દે ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે (Nitin Patel) ફરીથી ધોકો પછાડ્યો છે. તાજેતરમાં જ ડાંગમાં હિંદુ સંગઠનોએ (Hindu Organization) ધર્માંતરણ (Conversion) પર દરોડો પાડીને તેને ખુલ્લુ પાડતા ધર્માંતરણનો વિવાદ ફરીથી ઉખેળાયો છે. ડાંગ જિલ્લો (Dang District) આમ પણ આદિવાસી વસ્તીઓના ધર્માંતરણને લઈને વિવાદમાં રહ્યો છે. હવે આ વાતના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે.

રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ધર્માંતરણ અને હિંદુઓની ઘટતી જતી બાબતને લઈને ધોકો પછાડ્યો છે. તેમણે  ડાંગની ઘટનાને ટાંકીને જણાવ્યું છે કે દેશમાં હિંદુઓની વસ્તી સતત ઘટી રહી છે. એકબાજુએ મઝહબી ઉન્માદવાળા લોકો હિંદુઓને આતંકવાદ દ્વારા નિશાન બનાવી રહ્યા છે. કાશ્મીરમાંથી હિંદુઓને ખદેડવામાં આવ્યા તે તેનું સૌથી મોટું ઉદાહરણ છે. બીજી બાજુએ મિશનરીઓ હિંદુઓનું ધર્માંતરણ કરી રહ્યા છે. આ રીતે હિંદુઓની વસ્તીમાં મોટાપાયા પર ઘટાડો થઈ રહ્યો છે. તેના પર બે બાજુથી પ્રહાર થઈ રહ્યા છે.

હિંદુઓની (Hindus) ઘટતી વસ્તી ચિંતાનું કારણ બની

દક્ષિણ ગુજરાતમાં મોટાપાયા પર વટાળ પ્રવૃત્તિ ચાલી રહી છે અને આદિવાસી વિસ્તારોમાં ચાલતા ધર્મ પરિવર્તનના કાળા કામોનો વખતોવખત પર્દાફાશ પણ છે. છતાં પણ આ પ્રકારની પ્રવૃત્તિ અટકી નથી તે હકીકત છે. આશ્ચર્યની વાત તો એ છે કે સરકારી શાળાના ખ્રિસ્તી આચાર્ય પણ આ પ્રકારના ધર્માંતરણના કાર્યક્રમમાં સંડોવાયેલા હોવાનું માલૂમ થયું છે. તેમણે આદિવાસી યુવતીને પહેલાં પ્રેમજાળમાં ફસાવી હતી અને પછી તેનું ધર્માંતરણ કરાવ્યું હતું. તેના દ્વારા પછી આખા આદિવાસી કુટુંબનું (Adivasi Family) ધર્માંતરણ કરાવવાની ફરજ પાડી હતી.

આદિવાસી યુવતીને ક્લિનિક ચલાવતા પંકજ ચૌધરીએ પ્રેમ જાળમાં ફસાવી હતી. તેનું બે વર્ષ સુધી શારીરિક શોષણ કર્યુ હતુ અને પછી તેનું ધર્મ પરિવર્તન કરાવીને તેને હિંદુમાંથી ખ્રિસ્તી બનાવી હતી. યુવતીએ હવે જો તેની સાથે લગ્ન કરવા હોય તો તેના આખા કુટુંબે ધર્મ પરિવર્તન કરવું પડશે તેવી શરત મૂકી હતી, જેનો યુવતીના કુટુંબે અસ્વીકાર કર્યો હતો.

તેના પછી યુવતીએ તેની સામે દુષ્કર્મની અને ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તેની ધરપકડ કરી છે. હવે ધર્મ પરિવર્તનમાં સરકારી નોકરિયાત પણ સંડોવાયેલા હોવાનું બહાર આવતા સરકાર પણ ચોંકી ઉઠી છે. આગામી દિવસોમાં સરકારે પણ આ મુદ્દે નીતિગત પગલાં લેવા જરૂરી થઈ પડ્યા છે.

નીતિન પટેલે મહેસાણાના (Mahesana) કડી (Kadi) તાલુકાના બુડાસણમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંકુલ ખાતે ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટની સાધારણ સભામાં હાજરી આપી હતી. તેમણે આ સભામાં ધર્માંતરણના મુદ્દે વાત કરી હતી. નીતિન પટેલ તેમના આખાબોલા સ્વભાવ માટે  જાણીતા છે. તેમણે જણાવ્યું હતું કે આપણે લગબગ છેલ્લા ત્રણથી ચાર દાયકાથી હિંદુ તરીકે ઘટતા જઈએ છીએ તેનું કારણ આપણામાં વિભાજન છે. આપણ અંદરોઅંદર જ વિભાજીત છીએ.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હિંદુઓની વસ્તી ઘટી રહી છે તો મુસ્લિમોની વસ્તી વધી રહી છે અને ખ્રિસ્તીઓ વસ્તી વધી રહી છે. આ બતાવે છે કે હિંદુઓ અંદરોઅંદર અને ક્યાંકને ક્યાંક વિભાજીત છે, તેનો ફાયદો બીજા લોકો ઉઠાવી રહ્યા છે. એકબાજુએ આતંકવાદીઓના પક્ષધર, હિંસક વૃત્તિના તરફેણ કરનારાઓ છે, જે બળથી ધર્માંતરણ કરે છે તેવા લોકો છે. આના કારણે જ કહેવત આવી છે કે મારીને મુસલમાન બનાવાયા. ભારતમાં આટલા બધા લોકો કંઈ આધ્યાત્મિક પ્રેરણાથી મુસલમાન બન્યા નથી, આ લોકો ફક્ત પોતાનો જીવ બચાવવા મુસલમાન બન્યા છે, હવે આ જ નવા-નવા મુસલમાનો પાછા જૂના કરતાં વિશેષ કહેવડાવવા માટે હિંદુઓ પર વધુને વધુ અત્યાચાર કરે છે અને વધુને વધુ હિંદુઓને મુસલમાન બનાવવા પ્રેરે છે.

મુસલમાન (Muslim)થી વિપરીત ખ્રિસ્તી મિશનરીઓ (Khristi Missionary) એકદમ સલુકાઈથી ધર્માંતરણ કરે છે. તેઓ સ્કૂલો ખોલે છે, હોસ્પિટલ ખોલે છે, દવાખાના ખોલે છે, વસ્ત્રો આપે છે, આ સિવાય નાણાકીય સહાય પણ કરે છે. આમ આખુ એક પ્રકારનું વિષચક્ર રચીને છેવટે તેના શિકારને ધર્માંતરણની ફરજ પાડે છે. ભોળા લોકોને ફસાવવા માટે ખ્રિસ્તી મિશનરીઓની આખી આ પ્રકારની ચેઇન ચાલે છે. આ રીતે તેઓ હિંદુ સમાજના પાયાને હચમચાવી રહ્યા છે. આ મિશનરીઓ ભારતમાં જ રહીને ભારતનું ખોદી રહ્યા છે. ભારતને નબળું પાડી રહ્યા છે.

તેમણે ઉમેર્યુ હતું કે આપણા દેશમાં જે રાજ્યમાં પણ હિંદુઓની વસ્તી ઘટી છે તે રાજ્ય દેશવિરોધી તત્વોનો અડ્ડો બની ગયું છે. કાશ્મીર લો, પંજાબ લો, પછી પૂર્વોત્તર ભારત લો, આ બધા સ્થળોએ હિંદુઓની વસ્તી ઘટતા ત્યાં દેશવિરોધી તાકાતો સત્તા પર આવી ગઈ છે અને લોકોને ભારતથી અલગ પાડવા ઉશ્કેરી રહી છે. હવે વધુ એક રાજ્ય છે જ્યાં હિંદુઓ લઘુમતીમાં આવવાના છે તે રાજ્ય કેરળ છે. હાલમાં હિંદુઓની સંખ્યા ત્યાં 51 ટકા રહી ગઈ છે. બસ હવે એક કે બે દાયકામાં અલગતાવાદી આંદોલન શરૂ થાય તો આશ્ચર્ય નહી થાય.

હિંદુ (Hindus) જજ સામે મહાભિયોગની દરખાસ્ત

તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં જ તમિલનાડુ (Tamilnadu) માં એક જજે હિંદુઓ પૂજાનો અધિકાર આપ્યો તો તેના વિરોધમાં સીધા મહાભિયોગ સુધી વાત પહોંચી ગઈ. 107 સાંસદો તેના વિરોધમાં સંસદમાં ફરિયાદ કરવા પહોંચ્યા. આ બતાવે છે કે હિંદુ વિરોધી તાકાતોની પહોંચ છેક સંસદ સુધી છે. હવે હિંદુઓએ આ પ્રકારના જેહાદી અને મિશનરી તત્વોને ઓળખવાના છે અને તે મુજબ નિર્ણય કરવાનો છે કે સામાજિકથી લઈને રાજકીય રીતે સંગઠિત રહેવું કે નહીં.

ઉલ્લેખનીય છે કે નીતિન પટેલ અગાઉ કહી ચૂક્યા છે કે ભારતમાં જે દિવસે હિંદુઓ લઘુમતીમાં આવશે ત્યારે બંધારણ પણ નહીં હોય, કાયદો અને વ્યવસ્થા પણ નહી હોય, ફક્ત ઇસ્લામિક શાસન હશે. શરિયા હશે. તમારે આ સ્થિતિમાં જીવવું હોય તો મુસલમાન બનવું પડશે અથવા તો તેઓના રહેમોકરમ પર જીવવું પડશે. તેઓ ગમે ત્યારે તમારા ગળા પર તલવાર ફેરવી દે તેવા જોખમની વચ્ચે જીવવું પડશે. આજે પણ દેશના કેટલાય રાજ્યોમાં હિંદુઓની સ્થિતિ બદતર બની ગઈ છે. તે સમયે તેમના નિવેદનના રાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે

આ પણ વાંચો: DGP  વિકાસ સહાય અને જિજ્ઞેશ મેવાણી આમને સામને

આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો