મુંબઇ,
ઘણી ઇવેન્ટ્સમાં સાથે દેખાયા પછી ચર્ચા થઈ રહી છે કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા રિલેશનશિપમાં છે. થોડા દિવસ પહેલા એવા અહેવાલ સામે આવ્યા હતા કે આ બંને આગામી વર્ષે લગ્ન કરી શકે છે. જોકે અર્જુન અને મલાઈકાએ તેમના રિલેશનશિપને ઓફિસિયલ કર્યો નથી, આ બંનેની તસ્વીરો સતત ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.
તાજેતરમાં આ કપલ અબુ જાની અને સંદીપ ખોસલાની દિવાળી પાર્ટીમાં પહોંચ્યા હતા. ત્યાર પછી અર્જુન અને મલાઈકાએ આ પાર્ટીના ફોટા Instagram પર પણ શેર કર્યા. જો કે, કરણ જોહરે એક મલાઈકાનો વીડીયો રેકોર્ડ કર્યો હતો જેમાં તે તેના જીવનમાં કોઈ ખાસ ઘટના થવાની તરફ ઈશારો કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકાના જન્મદિવસની ઉજવણી માટે ઇટાલી ગયા હતા અને બંને એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા.
તાજેતરમાં દિવાળી પાર્ટીમાં, અર્જુન બ્લેક ટ્રેડીશનલ કુર્તામાં દેખાયો હતો જ્યારે મલાઈકા બ્લેક એન્ડ ગોલ્ડન ચોલીમાં દેખાઈ જોવા મળી હતી જોકે બંને પાર્ટીમાં સાથે પહોંચ્યા નહોતા પરંતુ તેઓ પાર્ટીમાં તો મળ્યા જ હશે. અન્યાય પાંડે, કરણ જોહર, શ્રદ્ધ કપૂર, નેહા ધુપિયા, અંગદ બેદી, જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન પણ આ પાર્ટીમાં આવ્યા હતા.
