Gujarat News/ ગુજરાત પોલીસ ભરતી શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 1 લાખથી વધુ ઉમેદવારો પાસ

ગુજરાત પોલીસ (Gujarat Police) ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને લોકરક્ષક શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરાયું છે.1,10,665 ઉમેદવારો પાસ થયા છે અને લેખિત પરીક્ષા 19 એપ્રિલે યોજાશે.

Gujarat Top Stories Others
Gujarat Police Physical Result 2026

Gujarat Police Physical Result 2026: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા લેવામાં આવેલી પીએસઆઈ (PSI) અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટીનું પ્રથમ તબક્કાનું પરિણામ આજે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોના આંકડા અને આગામી લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર થતા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

શારીરિક કસોટીના પરિણામની મહત્વની વિગતો

ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અન્વયે યોજાયેલી આ કસોટીમાં લાખો ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાંથી 1,10,665 ઉમેદવારો સફળતાપૂર્વક પાસ થયા છે. પાસ થયેલા ઉમેદવારોનું વિભાજન નીચે મુજબ છે

Gujarat Police Physical Result 2026

PSI અને લોકરક્ષક ઉમેદવારો માટે ખાસ

કન્ફર્મ થયેલા 10 લાખથી વધુ ઉમેદવારો પૈકી શરૂઆતના દિવસોમાં ફક્ત PSI અથવા PSI અને લોકરક્ષક બંને કેડર માટે ફોર્મ ભરનારા 3,93,558 ઉમેદવારોની શારીરિક કસોટી યોજવામાં આવી હતી. જેમાંથી પાસ થયેલા 74,591 પુરૂષો અને 36,074 મહિલાઓ મળી કુલ 1,10,665 ઉમેદવારો હવે આગામી પડકાર માટે તૈયાર છે.

Gujarat Police : ક્યારે લેવાશે લેખિત પરીક્ષા?

શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલા આ તમામ ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર લેખિત પરીક્ષાના છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના જણાવ્યા અનુસાર, લેખિત પરીક્ષા તા. 19/04/2026 ના રોજ યોજાવાની પ્રબળ સંભાવના છે. ઉમેદવારો પાસે હવે તૈયારી કરવા માટે અંદાજે દોઢ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ઉમેદવારો પોતાનું વ્યક્તિગત પરિણામ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને ચેક કરી શકે છે.


આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયાને લઈને વિવાદ, ઊંચાઈને લઈને ઉમેદવારો હાઈકોર્ટના દ્વારે

આ પણ વાંચો: પોલીસ ભરતીમાં 13,591 જગ્યાઓ સામે 10 લાખ અરજદારો!

આ પણ વાંચો: આજથી પોલીસ ભરતી માટે 15 સ્થળ પર શારીરિક કસોટીનું આયોજન