Gujarat Police Recruitment: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને લોકરક્ષક દળની કુલ 13,591 જગ્યાઓ માટેની Police Recruitment પ્રક્રિયા અંતર્ગત શારીરિક ક્ષમતા કસોટી (PET) અને શારીરિક માપ કસોટી (PST) ની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આગામી 21 જાન્યુઆરી, 2026 થી રાજ્યના 15 નિર્ધારિત કેન્દ્રો પર આ કસોટીઓ શરૂ થશે. જેમાં 10 લાખથી વધુ ઉમેદવારો પોતાની શારીરિક ક્ષમતાનું પ્રદર્શન કરશે.
Gujarat Police Recruitment ભરતી પ્રક્રિયાનું માળખું
ભરતી બોર્ડ દ્વારા કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં 858 જગ્યાઓ PSI કેડર માટે અને 12,733 જગ્યાઓ લોકરક્ષક કેડર માટે ફાળવવામાં આવી છે.

કસોટીનું સમયપત્રક અને ગ્રાઉન્ડ વિગતો
રાજ્યમાં પુરુષ ઉમેદવારો માટે 11 ગ્રાઉન્ડ પર 21/01/2026 થી 13/03/2026 દરમિયાન શારીરિક કસોટી યોજાશે, જ્યારે મહિલા ઉમેદવારો અને માજી સૈનિકો માટે 4 ગ્રાઉન્ડ પર 21/01/2026 થી 06/03/2026 સુધી કસોટી લેવામાં આવશે.
ટેકનોલોજી અને ચુસ્ત બંદોબસ્ત
Gujarat Police Recruitment પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે બોર્ડ દ્વારા આધુનિક સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે. તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને દરેક ગ્રાઉન્ડ પર CCTV કેમેરા દ્વારા ગાંધીનગર સ્થિત સેન્ટ્રલ કંટ્રોલરૂમથી સીધું મોનિટરિંગ થશે. આ ઉપરાંત, દરેક સેન્ટર પર DIGP/IGP કક્ષાના ઉચ્ચ અધિકારીઓ અને 90થી વધુ પોલીસ સ્ટાફની કડક દેખરેખ હેઠળ આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે

શારીરિક કસોટીના ધોરણો (Physical Standards)
| કેટેગરી | અંતર (દોડ) | સમય મર્યાદા |
| પુરૂષ ઉમેદવાર | 5000 મીટર | 25 મિનિટ |
| મહિલા ઉમેદવાર | 1600 મીટર | 09 મિનિટ 30 સેકન્ડ |
| માજી સૈનિક | 2400 મીટર | 12 મિનિટ 30 સેકન્ડ |
ઉંચાઈ અને છાતીના માપદંડો:
પુરુષ ઉમેદવારોમાં ST કેટેગરી માટે 162 સે.મી. અને અન્ય કેટેગરી માટે 165 સે.મી. ઉંચાઈ હોવી જરૂરી છે, જ્યારે મહિલાઓમાં ST માટે 150 સે.મી. અને અન્ય માટે 155 સે.મી. ઉંચાઈ નિર્ધારિત છે. આ ઉપરાંત, પુરુષો માટે છાતીનું માપ ફુલાવ્યા વગર 79 સે.મી. અને ફુલાવેલી 84 સે.મી. હોવું જોઈએ, એટલે કે લઘુત્તમ 5 સે.મી. નો ફુલાવો ફરજિયાત છે.
આ પણ વાંચો: પોલીસ ભરતી :આગામી 1 વર્ષમાં 14 હજાર પોલીસ કર્મીઓની થશે ભરતી
આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કર્યું
આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે આઈપીએસ નીરજા ગોટરૂની નિમણૂંક
