Israel Iran War/ ઈરાનનું ‘નામ-નિશાન’ મિટાવવા અમેરિકાએ મેદાનમાં ઉતાર્યા બ્રહ્માસ્ત્ર! B-2 બોમ્બરથી લઈને F-35 સુધીનું આખું લિસ્ટ જાહેર

અમેરિકાએ ઈરાન (Iran) સામે ‘ઓપરેશન એપિક ફ્યુરી’માં B-2 બોમ્બર અને F-35 જેવા ઘાતક હથિયારોનો ઉપયોગ કર્યો છે. સેન્ટ્રલ કમાન્ડે જાહેર કર્યું સંપૂર્ણ લિસ્ટ.

Top Stories World
US Weapons Used Against Iran

US Weapons Used Against Iran: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર કહેર વર્તાવ્યો છે. છેલ્લા 48 કલાકમાં ઈરાનમાં 2000થી વધુ ટાર્ગેટ પર હુમલા કરવામાં આવ્યા છે, જેમાં સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈ સહિત અનેક ટોચના સૈન્ય અધિકારીઓના મોત થયા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જ્યાં સુધી લક્ષ્યાંક પૂરા નહીં થાય ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે.

આ તબાહી મચાવવા માટે અમેરિકાએ કયા ખતરનાક હથિયારોનો ઉપયોગ કર્યો છે, તેનું સત્તાવાર લિસ્ટ હવે સામે આવ્યું છે.

ઓપરેશન એપિક ફ્યુરી (Operation Epic Fury)

યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિના આદેશ પર ‘ઓપરેશન એપિક ફ્યુરી’ શરૂ કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાની શાસનની સુરક્ષા વ્યવસ્થાને ધ્વસ્ત કરવાનો છે.

US Weapons Used Against Iran

Iranને તબાહ કરનારા અમેરિકન હથિયારોનું લિસ્ટ

અમેરિકાએ આ યુદ્ધમાં પોતાના સૌથી આધુનિક અને ઘાતક હથિયારોનો ઉપયોગ કર્યો છે:

હવાઈ હુમલા માટે (Air Power):

  • B-2 સ્ટીલ્થ બોમ્બર: રાડારમાં ન પકડાતું સૌથી ખતરનાક બોમ્બર.
  • F-35 અને F-22: પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઈટર જેટ્સ.
  • F-16 અને F-18: સુપર હોર્નેટ લડાકુ વિમાનો.
  • A-10 અટેક જેટ: ગ્રાઉન્ડ ટાર્ગેટને ઉડાવી દેતું વિમાન.
  • MQ-9 રીપર ડ્રોન: ચોક્કસ નિશાન સાધતું ઘાતક ડ્રોન.

મિસાઈલ અને ડિફેન્સ સિસ્ટમ:

  • THAAD: એન્ટી-બેલેસ્ટિક મિસાઈલ સિસ્ટમ.
  • પેટ્રિયટ ઇન્ટરસેપ્ટર: દુશ્મનની મિસાઈલ હવામાં જ તોડી પાડતી સિસ્ટમ.
  • M-142 HIMARS: હાઈ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ.

નેવી અને અન્ય:

  • પરમાણુ સંચાલિત વિમાનવાહક જહાજ (Aircraft Carrier).
  • ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર (વિધ્વंसक જહાજ).
  • P-8 સમુદ્રી પેટ્રોલિંગ વિમાન.
  • ઈલેક્ટ્રોનિક અટેક માટે EA-18G વિમાન.

નોંધ: સેન્ટ્રલ કમાન્ડે કહ્યું છે કે આ સિવાય અમુક વિશેષ હથિયારો પણ વપરાયા છે જેનું લિસ્ટ જાહેર કરી શકાય તેમ નથી.

કયા ટાર્ગેટ ઉડાવી દીધા?

અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના કરોડરજ્જુ સમાન ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે:

1. ઈરાનિયન રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) નું મુખ્યાલય.

2. બેલેસ્ટિક મિસાઈલ સાઈટ્સ અને લોન્ચ પેડ્સ.

3. કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર્સ.

4. ઈરાની નેવીના જહાજો અને સબમરીન.

5. એર ડિફેન્સ સિસ્ટમ્સ.


આ પણ વાંચો: ઇઝરાયલી હુમલાના ડરથી લેબનોનમાં નાસભાગ, 31 લોકોના મોત, રોડ ટ્રાફિક જામ

આ પણ વાંચો:ઈરાન–ઇઝરાયલ તણાવ વચ્ચે US F-15 ફાઇટર જેટ પટકાયું

આ પણ વાંચો: ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ અહમદીનેજાદ મૃત્યુ નથી પામ્યા; ગ્લોબલ ટાઈમ્સનો મોટો દાવો