@પ્રકાશ ત્રિવેદી, ધાનેરા .
કોંગ્રેસના શાસનમાં ધાનેરા નગરપાલિકા પર 1.88 કરોડ ના દેવામાં ગળાડૂબ લાઈટબીલ ની સાથે ટેલીફોનબીલ પણ બાકી ચાર્જ લીધા પછી નગરપાલિકા ના કાર્યકારી પ્રમુખ જ્યોસનાબેન ત્રિવેદીએ ઘટસ્ફોટ કર્યો છે.
ધાનેરા નગરપાલિકા માં કોંગ્રેસ ના 17 સભ્યો ગેરરીતિ બાબતે સસ્પેન્ડ થતા ભાજપ ના કાર્યકારી પ્રમુખે નગરપાલિકા માં પત્રકાર પરિસદ યોજી મોટો ઘટસ્ફોટ કર્યો તમને જણાવ્યું કે નગરપાલિકા પર હાલ 1.88 કરોડ નું દેવું ચડી ગયું છે કોંગ્રેસના ત્રણ વર્ષ ના શાસન માં અંદાજે ટોટલ 60 કરોડ ની આવક થઈ હતી. છતાં ન વિકાસ કર્યો જે કામ કર્યું એમાં મોટી ગેરરીતિ આચરી જેના કારણે આજે 50 લાખ ની રકમ નું લાઈટબીલ પણ બાકી છે.
ટેલિફોન જે સામાન્ય 430 હતું એ બાકી છે ધાનેરાના ઓછપાલિયા તળાવમાં 1.54 કરોડ નો ખર્ચ બતાવી ને ગેરરીતિ આચરી છે. કોંગ્રેસના શાસનમાં થયેલા વિકાસના કામમાં કમ વિકાસ અને ગેરરીતિ વધુ થતા નગરપાલિકા કમિશનરે જેઓ ને સસ્પેન્ડ કર્યા છે. અગાઉ કોંગ્રેસએ સત્તા સંભાળી એ વખતે 34 કરોડ પુરાત હતી.
જે આજે કોંગ્રેસ ના પાપે નગરપાલિકા દેવામાં આવી હોવાનો આક્ષેપ કાર્યકારી પ્રમુખે લગાવ્યો છે. નોંધનીય બાબત એ પણ છે કે 2018 ના વિકાસ ના કામ માં ગેરરીતે બાબતે કમિશનરને રજુઆત કરતા કોંગ્રેસના 17 સભ્યો સસ્પેન્ડ કરતા હાલ બનાસકાંઠા કલેકટર એ ભાજપ ના જ્યોત્સનાબેન ત્રિવેદી ને પ્રમુખ નો ચાર્જ આપેલ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
