Rajkot News: રાજકોટમાં ફરી એક વાર રફતરના રાક્ષસે દંપતીને અડફેટે લેવાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના મવડી ચોકડી વિસ્તારમાં બનેલી એક ગંભીર હિટ એન્ડ રનની (Hit And Run Case) ઘટનામાં, રાજકોટ પોલીસે કલાકોમાં જ આરોપી થાર વાહનચાલકની ધરપકડ કરી હતી. આ થાર ચાલક બેદરકારી પૂર્વક પોતાની કાર ચલાવી રહ્યો હતો , આ દરમિયાન તેને દંપતીને ટક્કર મારી હતી.અકસ્માત બાદ ભાગી રહેલા વાહનચાલકે તેને રોકવાનો પ્રયાસ કરનાર અન્ય વ્યક્તિને પણ કચડી નાખવાનો ખતરનાક પ્રયાસ કર્યો હતો.

હિટ એન્ડ રનની ઘટનામાં (Hit And Run Case) દંપતી ઇજાગ્રસ્ત
આ મામલે પોલીસે તપાસ વધુ તીવ્ર બનાવી આરોપી મિલન માલાની ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માત સમયે ડ્રાઇવરની તબિયત ખરાબ હતી, જેના કારણે પોલીસે તેની સામે MV એક્ટની કલમ 185 હેઠળ કેસ દાખલ કર્યો છે. રાજકોટમાં અકસ્માતોની વધતી સંખ્યા વચ્ચે, આ હિટ એન્ડ રનની (Hit And Run Case) ઘટનાથી પોલીસ વધુ એક વાર સતર્ક બની છે.

આ પહેલા રાજકોટ-મોરબી હાઈવે પર કાલીપાટ ગામ પાસે બે કાર વચ્ચે ભયાનક અકસ્માત (Accident) સર્જાયો હતો. આ ગમખ્વાર ઘટનામાં 2 નિર્દોષ બાળકોના મોત થયા હતા, જ્યારે 4 અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.આ ઘટના મોડી રાત્રે રાજકોટ-મોરબી હાઈવે પર કાલીપાટ ગામ તરફ બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, એક કાર ફૂલ સ્પીડે આવતી હતી. જેને સામે આવતી બીજી કારને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું.
અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ બે બાળકોના મોત થઈ ગયા હતા.અકસ્માત (Accident) થતાની સાથે જ આસપાસના ગ્રામજનો અને લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક રીતે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:રાજકોટ-મોરબી હાઈવે પર ભયાનક અકસ્માત, 2 બાળકોના મોત
આ પણ વાંચો:રાજકોટમાં વધુ એક અકસ્માત, અકસ્માત સર્જી BMW કારનો ચાલક ફરાર
આ પણ વાંચો:રાજકોટમાં બેફામ કાર ચાલકે સર્જ્યો અકસ્માત, એક યુવકનું ઘટનાસ્થળે મોત
