Karnataka News/ કર્ણાટક કોર્ટે આપ્યો ચુકાદો, રાહુલ ગાંધી સામે ભાજપનો માનહાનિ કેસ રદ

આ વિવાદિત જાહેરાતોને રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પોતાના X એકાઉન્ટ પર શેર કરી હતી.

NATIONAL Top Stories India
રાહુલ ગાંધી (Rahul Gandhi)દ્વારા દાખલ કરાયેલી અરજી મંજૂર કરતાં કહ્યું કે સરકારના વહીવટની ટીકા કરવી એ સ્વતંત્ર અભિવ્યક્તિનો ભાગ છે અને તેને આપમેળે માનહાનિ ગણાવી શકાય નહીં.

Karnatak News: લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ને મોટી રાહત આપતાં કર્ણાટક હાઇકોર્ટ (Karnataka High Court) એ ભારતીય જનતા પાર્ટી (BJP)દ્વારા દાખલ કરવામાં આવેલ માનહાનિનો કેસ રદ કકરવામાં આવ્યો છે. 17 ફેબ્રુઆરી, 2026ના રોજ આવેલા આ ચુકાદામાં હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાહુલ ગાંધી સામે ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવી એ “કાનૂની દુરુપયોગ” સમાન હશે.

ચૂંટણી પ્રચાર અને વિવાદિત જાહેરાતો

આ કેસ 2023માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પ્રકાશિત થયેલી જાહેરાતો સાથે જોડાયેલો છે. ભાજપના રાજ્ય એકમે આરોપ મૂક્યો હતો કે મુખ્ય પ્રવાહના અખબારોમાં છપાયેલી “ભ્રષ્ટાચાર દર કાર્ડ” શીર્ષકની જાહેરાતોમાં તત્કાલીન ભાજપ સરકાર સામે ખોટા અને પાયાવિહોણા આરોપો લગાવવામાં આવ્યા હતા. આ જાહેરાતોમાં ભાજપ સરકારને “40 ટકા સરકાર” કહીને 2019થી 2023 દરમિયાન રાજ્યમાંથી ₹1.50 લાખ કરોડથી વધુની લૂંટ ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પોતાના X એકાઉન્ટ પર જાહેર કર્યું 

રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પોતાના X એકાઉન્ટ પર જાહેર કર્યું 

આ વિવાદિત જાહેરાતો કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટી (Karnataka Pradesh Congress Committee)દ્વારા જાહેર કરવામાં આવી હતી. તે સમયે પાર્ટીના પ્રમુખ ડી, કે શિવકુમાર (D. K. Shivakumar) અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સિદ્ધારમૈયા (Siddaramaiah) હતા. આ જાહેરાતોને રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પોતાના X (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર શેર કરી હતી, જેના આધારે તેમને આરોપી નંબર 4 તરીકે કેસમાં સામેલ કરવામાં આવ્યા હતા.

 

હાઈકોર્ટનો દ્રઢ અભિપ્રાય

જસ્ટિસ એસ સુનિલ દત્ત યાદવ  (S. Sunil Dutt Yadav) એ રાહુલ ગાંધી (Rahul Gandhi)દ્વારા દાખલ કરાયેલી અરજી મંજૂર કરતાં કહ્યું કે સરકારના વહીવટની ટીકા કરવી એ સ્વતંત્ર અભિવ્યક્તિનો ભાગ છે અને તેને આપમેળે માનહાનિ ગણાવી શકાય નહીં. કોર્ટે નોંધ્યું કે ફરિયાદમાં ઉલ્લેખિત જાહેરાતો સરકારના કાર્ય પર ટીકા છે, વ્યક્તિગત બદનક્ષી નથી.

IPC કલમ 499–500 અને ભાજપની કાનૂની અયોગ્યતા

રાહુલ ગાંધી (Rahul Gandhi)ની અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે ભારતીય દંડ સંહિતાની કલમ 499 હેઠળ “સદ્ભાવનાથી કરવામાં આવેલી ટીકા” માટે છૂટ આપવામાં આવી છે. ઉપરાંત, કોર્ટે સ્વીકાર્યું કે ભાજપ એક રાજકીય પક્ષ તરીકે રાજ્ય સરકાર વતી માનહાનિનો કેસ ચલાવવાની સત્તા ધરાવતું નથી. જો માનહાનિનો કેસ બનતો હોય તો તે માત્ર રાજ્ય સરકાર દ્વારા જ દાખલ થઈ શકે  કોઈ ખાનગી રાજકીય પક્ષ દ્વારા નહીં.

અગાઉની કાર્યવાહી અને સ્ટે

જૂન 2023માં રાહુલ ગાંધી (Rahul Gandhi)ને બેંગલુરુની વિશેષ અદાલતમાં હાજર થવું પડ્યું હતું, કારણ કે તેઓ સમન્સનો જવાબ આપી શક્યા નહોતા. જોકે, ડિસેમ્બર 2024માં અદાલતે તેમને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપી હતી. ત્યારબાદ જાન્યુઆરી 2025માં કર્ણાટક હાઈકોર્ટે સમગ્ર કાર્યવાહી પર સ્ટે મૂક્યો હતો, જે હવે અંતિમ ચુકાદા સાથે રદ થઈ ગઈ છે.


આ પણ વાંચો: મત ચોરીના આરોપોને લઈને દિલ્હીમાં કોંગ્રેસનું મહાવિરોધ પ્રદર્શન

આ પણ વાંચો:રાહુલ ગાંધીને બ્રિટિશ નાગરિકતા મામલે મોટી રાહત: લખનઉ કોર્ટમાં અરજી ફગાવી

આ પણ વાંચો:રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ, માનહાનિના કેસમાં બે વર્ષની સજા થતા સભ્યપદ રદ થયું