કોંગ્રેસ પાર્ટી આજે દિલ્હીના રામલીલા મેદાનમાં “મત ચોરી” અંગે વિશાળ વિરોધ રેલીનું આયોજન કરી રહી છે. પાર્ટીનો દાવો છે કે ચૂંટણી પ્રક્રિયામાં ગંભીર ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓ બની રહી છે, અને સરકાર તથા ચૂંટણી પંચ વચ્ચે મળીને કામ થવાથી લોકશાહી પર નુકસાન થઈ રહ્યું છે. આ રેલીનો મુખ્ય હેતુ લોકોને આ મુદ્દા અંગે જાગૃતિ આપવી અને સરકાર પર દબાણ બનાવવાનું છે.
કોગ્રેસ પાર્ટીની રેલીમાં ટોચના નેતાઓ હાજર રહ્યા. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી રેલીને સંબોધિત કર્યા. સાથે જ પ્રિયંકા ગાંધી વાડ્રા, કેસિ વેણુગોપાલ, જયરામ રમેશ અને સચિન પાયલટ જેવા વરિષ્ઠ નેતાઓ પણ મંચ પર રહ્યા.
કોગ્રેસની ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ આ કાર્યક્રમમાં હાજર રહી. રેલી શરૂ થવાને પહેલાં તમામ નેતાઓ કોગ્રેસ મુખ્યાલય ઈન્દિરા ભવનમાં મળ્યા અને ત્યારબાદ રામલીલા મેદાન તરફ જતાં રહ્યાં.
મારા પ્રશ્નોના વિચારથી અમિત શાહ સંસદમાં ધ્રૂજી રહ્યા હતા
પોતાના સંબોધનમાં, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મત ચોરી અંગે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે હવે બાળકો પણ જાણે છે કે મત ચોરી કરી સરકાર બનાવામાં આવે છે. મત ચોરી અંગેના મારા પ્રશ્નોના વિચારથી અમિત શાહ સંસદમાં ધ્રૂજી રહ્યા હતા.
ત્રણ ઉચ્ચ હોદ્દા પર રહેલા અધિકારીઓ “ચોર” છે
તેમજ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે સરકાર દરેક મોરચે નિષ્ફળ ગઈ છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર પાસે દેશને લગતા કોઈપણ મોટા મુદ્દાનો કોઈ જવાબ નથી.
આગળ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સરકારમાં ત્રણ ઉચ્ચ હોદ્દા પર રહેલા અધિકારીઓ “ચોર” છે, છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મુદ્દે મૌન છે. તેમણે પ્રશ્ન કર્યો કે જ્યારે દેશની અર્થવ્યવસ્થા દબાણ હેઠળ છે અને રૂપિયો સતત ઘટી રહ્યો છે ત્યારે વડા પ્રધાન કેમ બોલવાનું ટાળી રહ્યા છે.
પ્રિયંકા ગાંધીએ વિદેશ નીતિ પર સરકાર પર પણ નિશાન સાધતા કહ્યું કે ભારતની વિદેશ નીતિ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. પ્રિયંકા ગાંધીના મતે, આજે ભારતની વૈશ્વિક વિશ્વસનીયતા નબળી પડી ગઈ છે, અને સરકાર પરિસ્થિતિને સંભાળવામાં નિષ્ફળ ગઈ છે.
આ પણ વાંચો: યુપી ભાજપ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી શરૂ, 14 ડિસેમ્બરે થશે 17માં અધ્યક્ષની જાહેરાત
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ લોકસભામાં હવા પ્રદૂષણનો સામનો કરવાનો આગામી વર્ષોનો રોડમેપ પૂછ્યો
આ પણ વાંચો: અમિત શાહ અને ભાગવત આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મંચ શેર કરશે

