Panjab News/ પંજાબના મુખ્યમંત્રીને ધમકીભર્યો ઈમેલ, ફોર્ટિસ અને 16 શાળાઓ હાઇ એલર્ટ પર

ઈમેલ (Bomb Threat Email)માં ખાલિસ્તાન નેશનલ આર્મીનો ઉલ્લેખ છે, અને કેટલાક નામો પણ આપવામાં આવ્યા છે.

Top Stories NATIONAL India
મોહાલીની શાળાઓ અને ફોર્ટિસ હોસ્પિટલ (Fortis Hospital)ને બોમ્બથી ઉડાવી (Bomb Threat Email)દઈશું.

Panjab News: મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલ (Fortis Hospital)ખાતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (CM Bhagwant Mann)ને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકીભર્યા ઈમેલ (Bomb Threat Email)માં કેમિકલ પોલોનિયમનો દાવો કરવામાં આવ્યો છે. ઈમેલમાં વધુમાં જણાવાયું છે કે જો CM બચી જાય તો તેઓ અગાઉ થયેલ બોમ્બ બ્લાસ્ટની ઘટનાઓની જેમ પગલાં લેશે.

આ ઉપરાંત ઈમેલમાં વધુમાં કહ્યું કે

અમે સવારે 11 વાગ્યે મોહાલીમાં સ્કૂલ અને ફોર્ટિસ હોસ્પિટલ પર બોમ્બ ફેંકીશું. પંજાબ હવે ખાલિસ્તાન બની જશે. શાળાઓની સાથે, ભગવંત માન માટે ફોર્ટિસ હોસ્પિટલ પણ ઉડાવી દેવામાં આવશે. લોકો, તમારા બાળકોને બચાવો અને આજે મોહાલીમાં શાળાઓ બંધ રાખો.

અમે ફોર્ટિસમાંથી ભગવંત માનના મૃતદેહને દૂર કરીશું. માન પોલોનિયમથી સંક્રમિત થયા છે. જો તે બચી જશે, તો અમે બેઅંત (બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી) સાથે જે રીતે કર્યું હતું તે જ કરીશું. ખાલિસ્તાન જનમતનો બદલો લેવામાં આવશે. ગુંડાઓના પોલીસ એન્કાઉન્ટરનો બદલો લેશે.

ઇમેઇલમાં નીચે ખાલિસ્તાન નેશનલ આર્મીનું નામ લખેલું છે. એન્જિનિયર ગુરનાખ સિંહ, રુકન શાહવાલા, ડૉ. ગુરમીરવીર સિંહ અને ખાન રાજદાનો પણ ઉલ્લેખ છે.

 પોલોનિયમ કયા પ્રકારનું કેમિકલ છે? 

ઈ-મેલમાં કરાયેલ ઉલ્લેખ મુજબ, કેમિકલ પોલોનિયમએ ખૂબજ સક્રિય રેડિયોએક્ટિવ મેટેલોઇડ છે. જે પોલોનિયમ રાસાયણિક રીતે ટેલુરિયમ અને બિસ્મથ જેવું જ છે, અને તેનો ઉપયોગ એન્ટિસ્ટેટિક ઉપકરણો સહિત અને ન્યુટ્રોન સ્ત્રોત તરીકે પરમાણુ ભૌતિકશાસ્ત્રમાં થાય છે.

પોલોનિયમથી માનવ શરીરમાં શું ઈફફેક્ટ થાય છે?

કેમિકલ પોલોનિયમએ માનવ શરીરના અનેક અંગોને તેના ઈંજેક્ટ કરેલ માત્રા અનુસાર બોડીમાં રીએક્ટ કરે છે. થોડું પોલોનિયમ પણ માણસ માટે જનલેવા સાબિત થાય છે, જેથી DNA ભંગ, અનેક અંગોને હાનિ, જો વ્યક્તિને ધુમ્રપાન કરતો હોયતો કેન્સરના લક્ષણો પેદા કરી શકે છે. 

પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ હાઇ એલર્ટ

મોહાલીની પોલીસે તાત્કાલિક પગલાં લીધા છે. ફોર્ટિસ હોસ્પિટલ (Fortis Hospital)ને ઘેરી લીધો છે અને પાંચ બોમ્બ સ્ક્વોડ સક્રિય છે. CMનું સ્થળ સુરક્ષિત છે અને તેમની સુરક્ષા માટે તમામ તબક્કે એલર્ટ છે. મોહાલીની SP દિલપ્રીત સિંહે જણાવ્યું કે CMને બીજી હોસ્પિટલમાં ખસેડવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સુરક્ષા ટીમો અને પોલીસ સતત સક્રિય છે.

શાળાઓ પણ ધમકીનો લક્ષ્ય

ફોર્ટિસ (Fortis Hospital)સિવાય મોહાલીની 16 શાળાઓને પણ બોમ્બથી ખતરાનું સંદેશો મળ્યો છે. શાળાઓને તાત્કાલિક રજા આપવામાં આવી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને સલામત રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

અમે સવારે 11 વાગ્યે મોહાલીની શાળાઓ અને ફોર્ટિસ હોસ્પિટલ (Fortis Hospital)ને બોમ્બથી ઉડાવી (Bomb Threat Email)દઈશું.

ઈમેલ (Bomb Threat Email)નો વિગતવાર સંદેશ

ઈમેલ અનુસાર,

“અમે સવારે 11 વાગ્યે મોહાલીની શાળાઓ અને ફોર્ટિસ હોસ્પિટલ (Fortis Hospital)ને બોમ્બથી ઉડાવી (Bomb Threat Email)દઈશું. પંજાબ હવે ખાલિસ્તાન બનશે. શાળાઓની સાથે, CM માટે ફોર્ટિસ (Fortis Hospital)પણ ઉડાવી દેવાશે. લોકોએ પોતાના બાળકોને બચાવવા જોઈએ.”

ઈમેલ (Bomb Threat Email)માં ખાલિસ્તાન નેશનલ આર્મીનો ઉલ્લેખ છે, અને કેટલાક નામો પણ આપવામાં આવ્યા છે જેમ કે એન્જિનિયર ગુરનાખ સિંહ, રૂકન શાહવાલા, ડૉ. ગુરમીરવીર સિંહ અને ખાન રાજદાનો.

શું થશે CBSE પરીક્ષાઓ પર અસર

આ ઘટનાના દિવસમાં, CBSE ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ધોરણ 10નું ગણિત પેપર સવારે 10:30 વાગ્યે શરૂ થયું. શાળા સંચાલકો અને વાલીઓ ભય અને સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં લઈને ખૂબ જ સાવચેત રહ્યા.

તમામ શાળાઓ, હોસ્પિટલ અને જાહેર સ્થળો પર સુરક્ષા વધારવામાં આવી છે. વાલીઓ પોતાના બાળકોને સુરક્ષિત રાખે. વિદ્યાર્થીઓ CBSE પરીક્ષા માટે નિયમિત સમયસર પહોંચે, પરંતુ સુરક્ષા નિયંત્રણોનું પાલન કરે.


આ પણ વાંચો:પંજાબમાં, મુક્તસર, ગુરદાસપુર ડીસી ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી 

આ પણ વાંચો:અમદાવાદમાં IPL ફાઇનલ દરમિયાન એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

આ પણ વાંચો:અરુણ જેટલી સ્ટેડિયમમાં બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી…