Breaking News:મુક્તસર ડીસી ઓફિસને બોમ્બ (Bomb threat)થી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઇમેઇલ દ્વારા મોકલવામાં આવી હતી, જેના કારણે ઓફિસ તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી.ઘટનાસ્થળે ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. સમગ્ર ઓફિસ વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે. ગુરદાસપુર ડીસી ઓફિસને પણ ધમકીભર્યો ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો. બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયું છે. પોલીસે પરિસર ખાલી કરાવી દીધું છે, અને બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ અને પોલીસ ટીમો શોધખોળ કરી રહી છે.
પાકિસ્તાની સંગઠને બોમ્બ (Bomb threat)થી ઉડાવી દેવાનો ઇમેઇલ મોકલ્યો
પોલીસ કોઈપણ સંભવિત બોમ્બ શોધવા માટે સ્નિફર ડોગ્સનો ઉપયોગ કરી રહી છે. અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે આ ઇમેઇલ પાકિસ્તાની સંગઠન ISKP ના નામે મોકલવામાં આવ્યો હતો.અધિકારીઓએ હજુ સુધી આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી. તપાસ બાદ પોલીસ ઔપચારિક રીતે ટિપ્પણી કરશે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઇમેઇલ સવારે 9:30 વાગ્યાની આસપાસ મળી આવ્યો હતો.
અગાઉ,અમૃતસર,જલંધર અને પટિયાલામાં શાળાઓને બોમ્બ (Bomb threat)થી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. ત્યારબાદ, લુધિયાણા સહિત અનેક સ્થળોએ કોર્ટ સંકુલને ઉડાવી દેવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. જોકે, શોધખોળ દરમિયાન કોઈ બોમ્બ મળ્યો ન હતો.
આ પણ વાંચો:દિલ્હીની શાળામાં ફરી બોમ્બની ધમકી,વાલીઓને મોકલવામાં આવ્યા ઓનલાઈન ક્લાસ અંગેના મેસેજ

