Vadodara News/ વડોદરામાં 6 વર્ષની માસૂમ બાળકીની સાથે દુષ્કર્મના પ્રયાસથી લોકોમાં આક્રોશ

વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં આવેલા વુડાના મકાનોમાં રહેતા 22 વર્ષીય સુનિલ રાઠવા નામના યુવકે પડોશમાં રહેતી માત્ર 6 વર્ષની માસૂમ બાળકી સાથે અડપલાં કર્યા હતા. આ નરાધમે બાળકીની માસૂમિયતનો લાભ ઉઠાવી તેની સાથે છેડછાડ કરી હતી.

Top Stories Gujarat Vadodara Breaking News
Vadodaraમાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ થતાં શહેરમાં આક્રોશ છે.

Vadodara News: વડોદરામાં માનવતાને શરમાવે તેવી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક નરાધમે 6 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો છે. કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર શહેરમાં રોષ અને ચિંતા ફેલાવી દીધી છે.

વડોદરામાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ થતાં શહેરમાં આક્રોશ છે.

દુષ્કર્મનો પ્રયાસ

વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં આવેલા વુડાના મકાનોમાં રહેતા 22 વર્ષીય સુનિલ રાઠવા નામના યુવકે પડોશમાં રહેતી માત્ર 6 વર્ષની માસૂમ બાળકી સાથે અડપલાં કર્યા હતા. આ નરાધમે બાળકીની માસૂમિયતનો લાભ ઉઠાવી તેની સાથે છેડછાડ કરી હતી. જોકે, હિંમત દાખવીને બાળકીએ આ સમગ્ર આપવીતી પોતાની માતાને જણાવી હતી. દીકરીની વાત સાંભળી સ્તબ્ધ થયેલી માતાએ જરા પણ વિલંબ કર્યા વગર ન્યાય મેળવવા માટે કપુરાઈ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો.

વડોદરામાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ થતાં શહેરમાં આક્રોશ છે.

ગુનેગારની ધરપકડ

માતાની ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી સુનિલ રાઠવા વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ અને દુષ્કર્મના પ્રયાસ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. હાલમાં પોલીસ આરોપીની કડક પૂછપરછ કરી રહી છે અને આ કેસમાં વધુ પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરી છે.

વડોદરામાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ થતાં શહેરમાં આક્રોશ છે.

દસ દિવસમાં પોક્સો હેઠળ બીજો કેસ

વડોદરામાં છેલ્લા 10 દિવસમાં પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલો આ બીજો કેસ છે, જે શહેરની સુરક્ષા વ્યવસ્થા અને સામાજિક માનસિકતા પર ગંભીર સવાલો ઊભા કરે છે. માસૂમ બાળકીઓ જ્યારે સુરક્ષિત ન હોય ત્યારે સમાજ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. આને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા આરોપીને સખત સજા થાય તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, જેથી ભવિષ્યમાં આવા નરાધમો માટે દાખલો બેસે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં 15 વર્ષની કિશોરી પર સામૂહિક દુષ્કર્મ

આ પણ વાંચો: વડોદરામાં લગ્નની લાલચ આપી વિધર્મીએ દોઢ વર્ષ સુધી સગીરા પર આચર્યુ દુષ્કર્મ!

આ પણ વાંચો: વડોદરામાં સગીરા પર વૃધ્ધે દુષ્કર્મ આચરતા ચકચાર