Kadi News/ મહેસાણાના કડીના ઉંટવામાં પીવાના પાણીનો કકળાટ, 6 દિવસથી પાણી વગર ગ્રામજનો પરેશાન

મહેસાણાના કડી (Kadi) તાલુકાના ઉંટવા ગામમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં ગામમાં રિક્ષાની ચોરી થતા પંચાયતે ગ્રામજનોનું પીવાનું પાણી બંધ કરી દેતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

Gujarat Others Breaking News
Water problem in Untva village of Kadi.

Mahesana News: મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઉંટવા ગામમાં છેલ્લા છ દિવસથી પીવાના પાણીનો પુરવઠો બંધ હોવાથી ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાણીની લાઇન હોવા છતાં લોકો સુધી પાણી પહોંચતું નથી. ગ્રામજનોએ ચોરીની ઘટનાના બહાને પાણી પુરવઠો બંધ કરાયો હોવાનો આક્ષેપ કરી તાત્કાલિક પાણી શરૂ કરવાની માંગ ઉઠાવી છે.

કડી (Kadi)ના ઉંટવા ગામે પીવાના પાણીની સમસ્યા

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઉંટવા (Untva)ગામમાં  ભર ચોમાસે પીવાના પાણીની ગંભીર સમસ્યા (Serious drinking water problem)સર્જાઈ છે. છેલ્લા છ દિવસથી ગામમાં પાણીનો પુરવઠો સંપૂર્ણપણે બંધ હોવાથી સ્થાનિક લોકોને દૈનિક જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આખા વિસ્તારમાં પાણીની સપ્લાય બંધ કરી દેવામાં આવી છે. ગામમાં પાણીનો સ્ત્રોત ઉપસબ્ધ હોવા છતા ગ્રામજનોને પીવાનું પાણી પંચાયત દ્વારા બંધ કરી દેવાતા પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ગામમાં બનેલી કથિત રિક્ષા ચોરીની ઘટનાને પગલે પંચાયત દ્વારા પાણીનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે.

સાથે જ સરપંચની ગેરહાજરીમાં કેટલાક લોકો દ્વારા મનમાની કરવામાં આવી રહી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે રિક્ષા ચોરીની ઘટનાને લઈ પાણી પૂરવઠો બંધ કરવી દેવાને કોઈ લેવાદેવા નથી છતા પાણી બંધ કરી દેવાયું છે.

પાણી જેવી મૂળભૂત સુવિધાથી વંચિત રહેલા ગ્રામજનોએ વહીવટી તંત્ર સમક્ષ વહેલી તકે પાણીનો પુરવઠો પુનઃ શરૂ કરવાની માંગ કરી છે. મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


આ પણ વાંચો:અમદાવાદમાં દૂષિત પાણીની સમસ્યા વકરી, છેલ્લા 5 વર્ષમાં 3 લાખથી વધુ ફરિયાદો

આ પણ વાંચો:મહેસાણાના કડીમાં એક જ રાતમાં 9 ઇંચ વરસાદ, જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત

આ પણ વાંચો:લીંબડી તાલુકા પંચાયતમાં વિકાસ મુદ્દે સરપંચો સામ-સામે: 10થી વધુ ગામોના સરપંચોએ આક્ષેપોનો કર્યો વિરોધ