Ahmedabad News/ અમદાવાદમાં દૂષિત પાણીની સમસ્યા વકરી, છેલ્લા 5 વર્ષમાં 3 લાખથી વધુ ફરિયાદો

અમદાવાદમાં દૂષિત પીવાના પાણી (Contaminated water)ની સમસ્યા ગંભીર બની. AMC મુજબ 5 વર્ષમાં 3 લાખ ફરિયાદો અને 44 હજારથી વધુ કેસ નોંધાયા.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Contaminated water

Ahmedabad News:અમદાવાદમાં પીવાના પાણીની ગુણવત્તા અને દૂષિત પાણીની સમસ્યા દિન પ્રતિદિન ગંભીર બનતી જાય છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના તાજેતરના ડેટા અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં શહેરમાં દૂષિત પાણી (Contaminated water) અને પાણી પુરવઠા સંબંધિત 3 લાખથી વધુ ફરિયાદો નોંધાઈ છે. આ સમસ્યા માત્ર પાણીની અછત સુધી મર્યાદિત નથી, પરંતુ તેનાથી પાણીજન્ય રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે, જેમાં ઝાડા-ઉલ્ટી, ટાઈફોઈડ, કમળો અને કોલેરા જેવા રોગોનો સમાવેશ થાય છે.

Contaminated water

AMCના રેકોર્ડ મુજબ,ઓનલાઈન અને અન્ય માધ્યમોથી મળેલી દૂષિત પાણી (Contaminated water)ની ફરિયાદોમાં નોંધપાત્ર વધારો

વર્ષ

ફરિયાદો

2021 42,192 ફરિયાદો
2022 95,978 ફરિયાદો (સૌથી વધુ)
2023 68,993 ફરિયાદો
2024 75,942 ફરિયાદો
2025 74,392 ફરિયાદો (અત્યાર સુધીના)

 Contaminated water

આ આંકડા દર્શાવે છે કે શહેરના નાગરિકોને દૂષિત અથવા અપુરતા પાણી પુરવઠાની સમસ્યા સતત વેઠવી પડી રહી છે. ખાસ કરીને પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં આ ફરિયાદો વધુ છે,જ્યાં જૂની પાઈપલાઈનો અને સીવેજનું મિશ્રણ સામાન્ય બન્યું છે.દૂષિત પાણી (Contaminated water) ના કારણે શહેરમાં પાણીજન્ય રોગોના કેસમાં પણ ભારે વધારો થયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 44,258 કેસ નોંધાયા છે, જેમાં

રોગો

કેસ

ઝાડા-ઉલ્ટી (ગેસ્ટ્રોએન્ટેરાઈટિસ) 22,436 કેસ
ટાઈફોઈડ 13,450 કેસ
કમળો (જોન્ડિસ) 7,972 કેસ
કોલેરા 400 કેસ

તાજેતરના રિપોર્ટ્સ અનુસાર, 2025માં પણ આ રોગોમાં વધારો જારી છે. ઉનાળા અને ચોમાસા દરમિયાન આ કેસ વધુ વકરે છે, કારણ કે ગંદા પાણી અને હવામાનના કારણે પાચન તંત્રના રોગો ઝડપથી ફેલાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં પાણી-મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો, ચારનાં મોત