Rajkot News/ રાજકોટમાં વેગ પકડતો રોગચાળો, સામાન્ય તાવના 631 કેસ

રાજ્યમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ ઋતુજન્ય રોગચાળો ફેલાયો છે. આ દરમિયાન વાયરલ ફિવર સહિત શરદી ઉધરસના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છો

Gujarat Rajkot Others Breaking News

Rajkot: રાજ્યમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ ઋતુજન્ય રોગચાળો ફેલાયો છે. આ દરમિયાન વાયરલ ફિવર સહિત શરદી ઉધરસના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છો. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળા અને મચ્છરજન્ય રોગચાળાનાં કેસમાં સતત વધી રહ્યાં છે. સામાન્ય તાવના 631 ઉપરાંત કેસ નોંધાયા છે.

રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ બાદ મચ્છરજન્ય રોગચાળો વધતા ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં એક જ દિવસમાં ડેન્ગ્યુ અને મલેરિયાના 28 કેસ નોંધાયા છે. જો કે ચિકનગુનિયાનો કોઈ કેસ નથી, પરંતુ શરદી-ઉધરસ તેમજ તાવના 1,006 ઉપરાંત ઝાડા-ઉલટીના વધુ 183 સહિત કુલ 1217 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઇ છે.

રોગચાળા સામે સાવચેત રહેવા સૂચના

મિશ્ર ઋતુની અસરને કારણે વાયરલ અને મચ્છરજન્ય બીમારીના કેસમાં અચાનક વધારો થયો છે. તેમજ મચ્છરના ઉપદ્રવ સામે પાલિકાની કામગીરી ચાલી રહી છે, તે સિવાય મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે પોરાનાશક અને ફોગીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ લોકોને પણ સાવચેતી રાખી બહારનો ખોરાક ન લેવા અને મચ્છરનો ઉપદ્રવ રોકવાના પગલામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ:જયસુખ પટેલના સમર્થનમાં પૂર્વ MLA પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતાલીયાનું નિવેદન જયસુખ પટેલને ખોટા ચીતરવામાં આવ્યા ખોટા ચીતરવા બાબતે અમે સમર્થનમાં નથી કમાણી

આ પણ વાંચો: કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ SRPF ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપલ તરીકે બદલી કથિત તોડકાંડને લઇને આવ્યા હતા વિવાદમાં IPS ખુર્શીદ અહેમદને રાજકોટ CPનો ચાર્જ સોંપાયો

આ પણ વાંચો: છરીનો ડર બતાવી મહિલાને તેના જ ઘરમાં ઘૂસી હવસખોરે કર્યુ વારંવાર દુષ્કર્મ અને પછી…