Surat News/ ડ્રગ્સ કેસમાં કતારની જેલમાં સબડતી ગુજરાતની 35 મહિલા, સુરતની 10

સુરતમાં ચાલતા ડ્રગ્સ રેકેટમા સુરતની મહિલાઓ ઝડપાઈ છે. સુરતની મહિલાઓની ધરપકડ કતારમાં થઈ છે. કતારમાં ડ્રગ્સ સાથે સુરતની બે મહિલા ઝડપાઈ છે. સુરતની 10 સહિતની ગુજરાતની 35 મહિલા કતારની જેલમાં છે. રૂપિયાની લાલચ આપીને ડ્રગ્સ મોકલવામાં આવતું હતું.

Gujarat Top Stories Surat Breaking News

Surat News: સુરતમાં ચાલતા ડ્રગ્સ રેકેટમા સુરતની મહિલાઓ ઝડપાઈ છે. સુરતની મહિલાઓની ધરપકડ કતારમાં થઈ છે. કતારમાં ડ્રગ્સ સાથે સુરતની બે મહિલા ઝડપાઈ છે. સુરતની 10 સહિતની ગુજરાતની 35 મહિલા કતારની જેલમાં છે. રૂપિયાની લાલચ આપીને ડ્રગ્સ મોકલવામાં આવતું હતું. આમ મહિલાઓ ડ્રગ્સના ખેપિયા તરીકે કામ કરતી હતી. આ મહિલાઓ ડ્રગ્સ ડિલિવરી વુમન બની હતી. સામાન્ય રીતે મહિલાઓ પર ઓછો શક કરવામાં આવતો હોય છે તેને ધ્યાનમાં રાખીને મહિલાઓને રૂપિયાની લાલચ આપીને ડ્રગ્સ રેકેટમાં ધકેલવામાં આવી છે.

સમીમ આણી નામની ટોળકી રૂપિયાની લાલચ આપતી હતી. મહિલાઓને ફસાવતી હોવાની પોલીસ કમિશ્નરને ફરિયાદ આપી હતી. પોલીસને ડ્રગ્સ પ્રતિબંધિત એબોર્શનની ગોળીઓ મળી હતી. આમ ગુજરાતની મહિલાઓ હવે ડ્રગ્સની ડિલિવરીના કામ કરવા માંડી છે.

ઉલ્લેખનીય છે કે કતારમાં ડ્રગ્સ પ્રતિબંધિત છે અને તેની હેરફેર કરનારને આકરી સજા કરવામાં આવે છે. મહિલા હોવાના લીધે કદાચ તેઓને મોતની સજા તો નહીં કરાય, પરંતુ કતારમાં આકરી સજા ચોક્કસ થશે. આ પહેલા પણ કતારમાં ભારતીય નૌકાદળના અધિકારીઓની સજાને લઈને વિવાદમાં આવી ચૂક્યું છે, તેમાં  તોભારતીય અધિકારીઓને સપડાવવામાં આવ્યા હતા, પરંતુ આ તો ચોખ્ખો ડ્રગ્સ ડિલિવરીનો જ કેસ છે. આ 35 મહિલાઓ પોતે રીતસરની ખેપ મારતી હતી, આ સંજોગોમાં તેમની સામે કતાર તો ખરું જ ભારતમાં પણ કાયદાકીય કાર્યવાહી કરવી જરૂરી થઈ જાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત આશ્રમશાળાના નરાધમ આચાર્યના 37 જેટલી સગીરાએ ખોલ્યા કરતૂત, મેજીસ્ટ્રેટ સામે નોંધાશે નિવેદન

આ પણ વાંચો: સુરતમાં BRTS ફરીથી બની મોતનો માર્ગઃ રેલિંગ કૂદનાર બાઇક ચાલક સાથે અથડાયો, બંનેનાં મોત

આ પણ વાંચો: સુરતના માંગરોળમાં સામૂહિક દુષ્કર્મની ઘટના, રાજ્યમાં નવરાત્રિમાં ગેંગરેપનો બીજો બનાવ