શિક્ષણ/ શાળાઓએ આરટીઇની ખુટતી માહિતી 11 મે સુધી ભરીને આપવાની રહેશે

પ્રવેશ પ્રક્રિયા દરમિયાન કોઇ પણ કાયદાકિય મેટર સામે આવશે તો તેની જવાબદારી અધિકારીની રહેશે

Gujarat

રાજયના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીને તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેટર લખી 11 મે સુધીમાં  રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત નવા વર્ષ માટે વેબપોર્ટલ પર સ્કૂલો દ્વારા રજૂ કરાયેલી વિગતો ચકાસી તેથા તેમાં ખુટતી તમામ માહિતી ભરની અથવા જો તેમાં કોઇ પણ પ્રકારના ફેરફાર હોય તો તે કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત 2021-22 માટેની પ્રવેશ કાર્યવાહી પહેલાની સ્કૂલોની તમામ વિગતો વેબપોર્ટલ પર મુકવા માટે સુચના આપવામાં આવી છે. આ સુચના  આપ્યા પછી દરેક શાળાની માહિતી વેબપોર્ટલ પર મુકાવામાં આવી હતી. ઉપરાંત તે અંગેના સર્ટિફીકેટ પણ ઈશ્યુ થઈ ગયા હતા. પરંતુ ચકાસણી કરતા જાણવા મળ્યુ હતુ કે ઘણી સ્કૂલોની ઈન્ટેક તથા ધોરણવાર સંખ્યા સહિતની વિગતો મુકવામાં આવી નથી. જેના કારણે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્ધારા આ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત શાળાએ પણ કોઇ પણ પ્રકારનો ફેરફાર કર્યો હોય તો તેની જાણ પણ 11 મે સુધીમાં કરવાની રહેશે. એટલુ જ નહીં જો જિલ્લા સબંધિત શાળાઓને કોઇ પણ સુધારા વધારા કરવા હોય તો તેની જાણ ત્રણ દિવસમાં કરવાની રહેશે.  પ્રવેશ પ્રક્રિયા દરમિયાન કોઇ પણ કાયદાકિય મેટર સામે આવશે તો તેની જવાબદારી અધિકારીની રહેશે. આ તમામ માહિતી લેટર દ્ધારા આપવામાં આવી છે.