સુરત/ આશાવર્કર તેમજ આશા ફેસીલેટર મહિલાઓ એ કલેકટર ને વેદના પત્ર આપી પોતાની વેદના ઠાલવી

સંજય મહંત-સુરત કોરોના પોઝિટિવ કેસ માં આશાવર્કર ની દરકાર રાખવામાં સરકાર બની બેદરકાર આશાવર્કર ને કોરોના કાળ દરમિયાન માત્ર 33 રૂપિયા અને ફેસીલેટર મહિલાને ૧૬.૩૦ મામૂલી રકમ આપીને કોરોના વોરિયર્સ ના મહિલાઓનું શોષણ અને આશ્રય પમાડે તેવી છે કારણકે કરોડો રૂપિયાના પ્લેન ખરીદનાર ગુજરાત સરકાર 33 રૂપિયા એક દિવસના આશાવર્કર અને ફેસીલીટી 16 રૂપિયા લેખે […]

Gujarat Surat

સંજય મહંત-સુરત

કોરોના પોઝિટિવ કેસ માં આશાવર્કર ની દરકાર રાખવામાં સરકાર બની બેદરકાર આશાવર્કર ને કોરોના કાળ દરમિયાન માત્ર 33 રૂપિયા અને ફેસીલેટર મહિલાને ૧૬.૩૦ મામૂલી રકમ આપીને કોરોના વોરિયર્સ ના મહિલાઓનું શોષણ અને આશ્રય પમાડે તેવી છે કારણકે કરોડો રૂપિયાના પ્લેન ખરીદનાર ગુજરાત સરકાર 33 રૂપિયા એક દિવસના આશાવર્કર અને ફેસીલીટી 16 રૂપિયા લેખે સમયસર મહેનતાણું સૂકવી નથી શકતી .

ત્યારે સુરત જિલ્લાની મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ કલેકટર કચેરી ખાતે ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી મીડિયા સમક્ષ પોતાની વેદના રજૂ કરી સાથે સુરત જિલ્લામાં આશાવર્કર ની આઠ જેટલી મહિલાઓ કોરોના માં મોતને ભેટી છે તેમને પણ સરકાર તરફથી કોઈપણ પ્રકારની સહાય આપવામાં નથી અને પોતાની વેદના મહિલા સશક્તિકરણની વાતો કરતી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે.

મજૂરીકામ માટે પણ કોઈ તે 30 રૂપિયા એક દિવસ કામે નથી જતું ત્યારે ગુજરાત ભાજપ સરકાર વર્ષોથી આશાવર્કર મહિલાઓનો શોષણ કરતીઆવે છે કોરોના મહામારીમાં મહિલાઓના જીવ પણ જાય છે સતા સરકારના પેટનું પાણી હાલતું નથી ત્યારે આજે આવેદનપત્ર આપીને આશાવર્કર મહિલાઓનો પગાર વધારો ની માંગ કરી છે ત્યારે જોવું રહ્યું સરકાર પગાર વધારો કરે છે પણ વર્ષોથી શોષણ કરે છે તેમ આગળ પણ કરશે જેવા અનેક વેદક સવાલો આશા વર્કરની મહિલાઓ કર્યા છે.