Surat News: સુરત (Surat) શહેરમાં મનોવિકૃતે પરીણિતાની છેડતી (Molest) કરી ચકચાર મચી ગઈ છે. મહિલા સાથે જાહેરમાં અભદ્ર માગણી કરતા મહિલા હેબતાઈ ગઈ હતી. તેમજ મદદ માટે પોકારતા રાહદારીઓએ મદદ કરી હતી, તેમજ મહિધરપુરા પોલીસ (Mahidhar Police) મથકે ફરિયાદ નોંધાવી છે, પોલીસે આરોપી વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

સુરતના બેગમપુરા રોડ પર મહિલાને રામકિશન ઉર્ફે વલ્લુ શ્રીનંદીલાલ કોલએ મહિલા ક્લાસિસમાંથી પુત્રને લઈને આવતી હતી ત્યારે જાહેરમાં અભદ્ર માગણી કરી છેડતી કરી હતી. બેગમપુરા રોડ પર મહિલા સાથે દુર્વ્યવહાર થતાં બૂમાબૂમ કરી મૂકી હતી. તેમજ મહિલાની સ્થાનિક લોકોએ મદદ કરી હતી. સમગ્ર ઘટના મહિલાએ મહિધરપુરા પોલીસને જણાવી ફરિયાદ કરી હતી. આરોપી લાલ દરવાજા સ્થિત હોટલમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો:છેડતી કરી ભાગ્યો પણ પકડાઈ ગયો તો યુવતીની માફી માંગી
આ પણ વાંચો:વિંછિયામાં ઢેઢુકીના ભુવાએ દાણા જોતી વેળાએ છેડતી કરતાં હોવાનો આરોપ
આ પણ વાંચો:સુરતમાં બાળકીની છેડતી કરનાર નરાધમની પોલીસે કરી ધરપકડ
