Ahmedabad News : અમદાવાદમાં દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે લૂંટના બનાવને પગલે ચકચાર મચી છે. જેમાં શેલામાં એક મહિલાને શસ્ત્રની ધાક બતાવીને દાગીનાની લૂંટ ચલાવવામાં આવી હતી. શેલામાં વ્રજ હોમ્સમાં આવીને લૂંટારૂઓએ મહિલાને ધમકી આપીને કહ્યું રૂપિયા આપી દે નહીતર મારી નાખીશું તેમ કહીને લૂંટ ચલાવી હતી.રૂપિયા 4.54 લાખના સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી છે,મહિલા ગભરાઈ ગયા હતા અને ત્યારબાદ આસપાસના સ્થાનિકો અને પોલીસને જાણ કરી હતી.શેલામાં લૂંટની ઘટનાથી વ્રજ હોમ્સના સ્થાનિકો ગભરાઈ ગયા છે,બીજી તરફ પોલીસે ઘટના સ્થળે ડોગ સ્કોવર્ડની મદદ લઈને તપાસ હાથધરી છે.
આસપાસના સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી રહી છે.કોઈ જાણભેદુ એ ઘટનાને અંજામ આપ્યો હોય તેવું પોલીસને અનુમાન છે.પોલીસે રોડ પરના સીસીટીવી પણ તપાસ અર્થે લીધા છે,ત્યારે ચોરીનો ભેદ જલદીથી ઉકેલાઈ જશે તેવી પોલીસને આશા છે,હાઈવે પરથી લૂંટારૂઓ આવ્યા હોઈ શકે અને ચોરી કરીને હાઈવે તરફથી ગયા હોઈ શકે છે.
24 કલાક પેટ્રોલિંગ કરવાના દાવા બોપલ પોલીસના નિષ્ફળ ગયા હોય તેમ છે,બોપલના પીઆઈ બી.ટી.ગોહિલ સાહેબ તમારા સ્ટાફને કહો કે પેટ્રોલિંગ સતત કર્યા કરે આમ પણ બોપલ વિસ્તાર ખૂબ મોટો વિસ્તાર છે અને તેમાં પણ આવી રીતે લૂંટ થાય તે જરાય પણ ચલાવી દેવાય નહી,ત્યારે પોલીસની પેટ્રોલિંગની વાતો સાચી પુરવાર સાબિત ના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બનાવને પગલે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:દક્ષિણ ગુજરાતમાં ફરીથી ભારે વરસાદ પડશે, અન્ય જીલ્લાઓમાં કેવો રહેશે વરસાદ
આ પણ વાંચો:ભાવનગર LCBએ દારૂનો રૂ. 8 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો, 5ની કરી ધરપકડ
આ પણ વાંચો:વડોદરામાં દશામાંની આગમન યાત્રામાં યુવકનો ઢોર માર મારતા થયું મોત
