Ahmedabad News/ ગુજરાત ATS દ્વારા પકડાયેલા 3 આતંકીનો કેસ NIAને સોંપાયો, અમદાવાદ યુનિટ ISIS નેટવર્કની કરશે તપાસ

ગુજરાત ATS દ્વારા ધરપકડ કરાયેલા 3 આતંકીનો કેસ હવે NIAને સોંપવામાં આવ્યો છે. NIAની અમદાવાદ યુનિટ ISIS આતંકી નેટવર્ક સાથેના જોડાણ અને કડીઓની ઊંડાણપૂર્વક તપાસ કરશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
ગુજરાત ATS

Ahmedabad News:ગુજરાત ATS દ્વારા પકડાયેલા ત્રણ આતંકવાદીઓના કેસમાં એક મોટો વળાંક આવ્યો છે.આતંકવાદીઓ પાસેથી ઘાતક રિસિન ઝેર અને શસ્ત્રો જપ્ત થયા બાદ અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લેતા, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને તપાસ હાથ ધરવાનો આદેશ આપ્યો છે. NIAનું અમદાવાદ યુનિટ હવે આ આતંકવાદી નેટવર્કની સંપૂર્ણ તપાસ કરી રહ્યું છે.

ગુજરાત ATSએ ઝડપી પાડ્યા હતા આતંકીઓ

ગુજરાત ATSને ગુપ્ત માહિતી મળી હતી કે હૈદરાબાદનો ડો. અહેમદ સૈયદ ગુજરાતમાં આતંકી પ્રવૃત્તિ માટે આવી રહ્યો છે. તેના આધારે ATSની ટીમે અમદાવાદ-મહેસાણા હાઇવે પર આવેલા અડાલજ ટોલ પ્લાઝા પાસે એક સિલ્વર કલરની ફોર્ડ ફિગો કારની તલાશી લીધી. આ કારમાંથી ડો. સૈયદને ઝડપી પાડવામાં આવ્યો અને તેની પાસેથી બે ગ્લોક પિસ્તોલ, એક બેરેટા પિસ્તોલ, ૩૦ જીવતા કારતૂસ અને ૪ લિટર કેસ્ટર ઓઇલ મળી આવ્યું.પૂછપરછમાં ડો. સૈયદે જણાવ્યું કે તેણે હથિયારો ગાંધીનગરના કલોલ નજીકના એક કબ્રસ્તાનમાંથી લીધા હતા. આ માહિતીના આધારે ATSએ બનાસકાંઠા જિલ્લામાંથી આઝાદ શેખ અને મોહમ્મદ સુહેલને ઝડપી પાડ્યા. તપાસમાં ખુલ્યું કે આ બંનેએ રાજસ્થાનના હનુમાનગઢથી હથિયારો મેળવીને કલોલમાં છોડ્યા હતા.

તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ છે કે ડો. અહેમદ સૈયદ રાઇઝિન નામનું અત્યંત ઘાતક ઝેર તૈયાર કરી રહ્યો હતો. આ ઝેર કેસ્ટર બીન્સમાંથી કાઢવામાં આવે છે અને તે સાયનાઇડ કરતા પણ વધુ ખતરનાક છે. થોડા મિલિગ્રામ રાઇઝિન પણ માણસને મિનિટોમાં મારી શકે છે, અને તેનો કોઈ એન્ટિડોટ નથી.

ગુજરાત ATS

ATSએ રાઈઝિન ઝેર અને હથિયારો કર્યા હતા કબજે

ડો. સૈયદે પોતાના હૈદરાબાદના ઘરમાં જ રાઇઝિન બનાવવા માટેની લેબોરેટરી બનાવી હતી. ATSએ તેના ઘર પર દરોડો પાડીને રો-મટીરિયલ અને સાધનો જપ્ત કર્યા છે. ત્રણેય આરોપીઓએ અમદાવાદ, દિલ્હી અને લખનઉમાં ભીડભાડવાળા સ્થળો, ફૂડ માર્કેટ અને અન્ય સંવેદનશીલ જગ્યાઓની રેકી કરી હતી. આરોપીઓની યોજના હતી કે ખોરાક કે પાણીમાં રાઇઝિન ભેળવીને મોટા પાયે જાનહાનિ કરવી.

ડો. અહેમદ મોહિયુદ્દીન ,આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાન ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રોવિન્સ (ISKP)ના હેન્ડલર અબુ ખદીજા (અફઘાનિસ્તાનમાં રહેતો)ના સંપર્કમાં હતા. ડો. સૈયદ પાકિસ્તાની લોકો સાથે પણ જોડાયેલો હતો. હથિયારો પાકિસ્તાન તરફથી ડ્રોન દ્વારા મોકલાવવામાં આવ્યા હોવાની આશંકા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગીર સોમનાથના વેરાવળમાં વિધર્મીએ નામ બદલી યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ

આ પણ વાંચો: હું મોટો ડોન છું,પોલીસ કશું બગાડી નહીં શકે કહીને બૂટલેગરે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું ને ₹10 લાખ પડાવ્યા

આ પણ વાંચો: ધોરણ 12ની છાત્રા સાથે વાહનચાલક વિધર્મીએ આચર્યું વારંવાર દુષ્કર્મ