rajsthan news/ ગુજરાત ATSનું મોટું ઓપરેશન, રાજસ્થાનમાંથી નશીલા દ્રવ્યો બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાનના ભિવાડીમાં ગુજરાત ATS અને જયપુર SOGની સંયુક્ત કાર્યવાહીમાં નશીલા દ્રવ્યો બનાવતી ફેક્ટરી ઝડપી લેવામાં આવી છે. અલ્પ્રાઝોલમ પાવડર બનાવતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

Top Stories NATIONAL

Gujarat ATS Action: નશાના કાળા કારોબાર સામે ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડએ મોટી સફળતા મેળવી છે. રાજસ્થાનના ભિવાડી વિસ્તારમાં ગુજરાત ATS અને જયપુર SOGની સંયુક્ત કાર્યવાહીમાં નશીલા દ્રવ્યો બનાવતી એક ગેરકાયદેસર ફેક્ટરી ઝડપાઈ છે. આ કાર્યવાહીમાં ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત ATS અને જયપુર SOGની સંયુક્ત કાર્યવાહી

પ્રાપ્ત વિગતો મુજબ, આ ફેક્ટરીમાં પ્રતિબંધિત અલ્પ્રાઝોલમ પાવડરનું ગેરકાયદેસર ઉત્પાદન કરવામાં આવતું હતું. ગુપ્ત માહિતીના આધારે ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ અને જયપુર SOGની ટીમોએ સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો, જેમાં ફેક્ટરીમાંથી નશીલા પદાર્થો અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.

NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો 

આ મામલે આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલા શખ્સોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, જેમાં નશાના કારોબાર સાથે સંકળાયેલા અન્ય લોકો અને નેટવર્ક અંગે માહિતી મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. તપાસ દરમિયાન આ નશાના કાળા કારોબારનું આંતરરાજ્ય નેટવર્ક હોવાની શક્યતા પણ સામે આવી છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં નશીલા દ્રવ્યોની સપ્લાય થતી હતી કે નહીં, તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત ATSનું મોટું ઓપરેશન, રોજકોટમાંથી આંતકી સંગઠન સાથે જોડાયેલ ત્રણની ધરપકડ

આ પણ વાંચો: રાજસ્થાન કોન્ટ્રાક્ટરો દ્વારા TTZમાં ગેરકાયદેસર ખાણકામ, ડાયનામાઈટથી અરવલ્લી ટેકરીનો નાશ

આ પણ વાંચો:  રાજસ્થાનમાં ઉદયપુર હાઈવે પર અકસ્માત: ગુજરાતના ત્રણ યુવકના મોત