INDIA NEWS: નાસા (NASA) ની જાણીતી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે (Sunita Williams) સત્તાવાર રીતે નિવૃત્તિ લીધી છે. નાસા (NASA) એ જાહેરાત કરી કે તેમની નિવૃત્તિ ડિસેમ્બરના અંતથી લેવામાં આવ્યું હતુ. તેઓ નાસા (NASA) માં 27 વર્ષ રહ્યા બાદ નિવૃત્ત થયા છે. નાસાએ મંગળવારે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેમની નિવૃત્તિ ગયા ક્રિસમસ પછી 27 ડિસેમ્બર, 2025 ના રોજ અમલમાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે કરેલા તેમના યોગદાનના કારણે ચંદ્ર પરના આર્ટેમિસ અભિયાન તેમજ મંગળ મિશનની દિશામાં મહત્વપૂર્ણ પાયો તૈયાર થયો છે. તેમની વિશિષ્ટ સિદ્ધિઓ ભવિષ્યની પેઢીઓને વિશાળ સપનાઓ જોવા અને સંભાવનાની હદોને આગળ વધારવા સતત પ્રેરણા આપતી રહેશે. તમારી યોગ્ય નિવૃત્તિ માટે અભિનંદન અને નાસા (NASA) તથા આપણા દેશ માટે આપેલી નોંધપાત્ર સેવાના બદલ દિલથી આભાર.
10 દિવસનુ મિશન, નવ મહિનાનો પડકાર
સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને તેમના સાથી અવકાશયાત્રી બુચ વિલ્મોર 2024 માં બોઇંગના સ્ટારલાઇનર કેપ્સ્યુલ દ્વારા અવકાશ સ્ટેશન પર પહોંચ્યા હતા. આ મિશન મૂળ રીતે ફક્ત એક અઠવાડિયા સુધી ચાલવાનું હતું, પરંતુ તકનીકી સમસ્યાઓના કારણે કેપ્સ્યુલ પૃથ્વી પર પાછા ફરતા અટકાવ્યું. પરિણામે, બંને અવકાશયાત્રીઓએ ISS પર નવ મહિનાથી વધુ સમય વિતાવ્યા હતા. અને માર્ચ 2025 દરમિયાન સ્પેસએક્સના મિશન મારફતે તેઓ સલામત રીતે પરત આવ્યા હતા.

સિદ્ધિઓથી ભરેલી કારકિર્દી
60 વર્ષીય સુનિતા વિલિયમ્સે (Sunita Williams) તેમની કારકિર્દીમાં અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે. તેઓ યુએસ નેવીમાં કેપ્ટન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને નાસા (NASA) સાથે 27 વર્ષથી વધુ સમય સુધી જોડાયેલા રહ્યા છે. ત્રણ અલગ અલગ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન મિશન દરમિયાન તેમણે કુલ 608 દિવસ અવકાશમાં વિતાવ્યા છે.
તેમજ મહિલા અવકાશયાત્રીઓમાં સૌથી વધુ વખત સ્પેસવોક કરવાનો અનોખો રેકોર્ડ પણ તેમના નામે નોંધાયેલો છે. કુલ નવ સ્પેસવોક દરમિયાન તેમણે 62 કલાક સુધી અવકાશયાનની બહાર રહીને મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.

સુનિતા વિલિયમ્સ (Sunita Williams) નો ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ
ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સ (Sunita Williams) નો ગુજરાત સાથે પારિવારિક સંબંધ છે. લગ્ન પહેલા તેમની અટક પંડ્યા હતી. ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના તેમના પ્રેમની હંમેશા ચર્ચા થતી રહી છે. તેમના અવકાશ મિશન દરમિયાન, તેઓ ભગવાન ગણેશની મૂર્તિ, ભગવદ ગીતાની એક નકલ અને કેટલાક ભારતીય નાસ્તા સાથે લઈ ગયા હતા. તેમણે ભારતના ઉભરતા અવકાશ કાર્યક્રમ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અવકાશ ક્ષેત્ર સંબંધિત નીતિઓની પણ પ્રશંસા કરી છે.
આ પણ વાંચો:સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર રોમાંચક રીતે પરત થશે, તે ડ્રેગન અવકાશયાનમાં ઘરે પરત ફરશે
આ પણ વાંચો:જાણો પૃથ્વી પર ક્યારે આવશે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર
આ પણ વાંચો:સુનિતા વિલિયમ્સની વિદ્યાર્થી સાથે વર્ચ્યુઅલ વાતચીત, કેવી રીતે અંતરિક્ષમાં પીવે છે પાણી આપ્યો જવાબ
