ગુજરાત રાજ્યમાં કોરોનાની બીજી લહેરના વિનાશક ચુંગાલમાંથી ધીરે ધીરે મુક્ત થઇ રહ્યું છે. રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1,871 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,07,488 પહોંચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 25 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 5146 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 7,62,270 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 35,403 છે.
અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 237 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 8 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 139 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 58 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં રાજ્યના સૌથી વધુ 216 કેસ, જ્યારે ગ્રામ્યમાં 99 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 114 કેસ અને ગ્રામ્યમાં 51 કેસ નોંધાયા છે.



