મહારાષ્ટ્ર વિધાનસભાના સચિવાલયમાં બોમ્બની માહિતી મળ્યા બાદ બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડ સ્થળ પર પહોંચી ગઈ છે. તપાસ ટીમ સમગ્ર કેમ્પસ તેમજ નજીકની જગ્યાઓની સઘન તપાસ હાથ ધરી છે. દરમિયાન સચિવાલયની સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવી હતી. ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે, અત્યાર સુધી પોલીસ અથવા બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડની ટીમને કોઈ બોમ્બ કે કોઈપણ પ્રકારનો વિસ્ફોટક મળી આવ્યો નથી.
The search operation of Mantralaya premises is completed. No suspicious object has been found: Mumbai Police PRO
— ANI (@ANI) May 30, 2021
અજાણ્યા નંબર પરથી બોમ્બ મળ્યાની માહિતી મળી હતી
પોલીસ ટીમે જણાવ્યું હતું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમમાં એક અજાણ્યો નંબર કોલ આવ્યો હતો, જેમાં મુંબઈ વિધાનસભાના સચિવાલયમાં બોમ્બ હોવાની જાણકારી આપવામાં આવી હતી. આ માહિતી બાદ પોલીસ તાત્કાલીક હરકતમાં આવી હતી. અને સચિવાલયમાં પણ અરાજકતાનું વાતાવરણ જોવા મળ્યું હતું. પોલીસની ટીમ સાથે બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
Bomb Detection and Disposal Squad doing checking at Maharashtra Legislature Secretariat after a call at control room saying bomb placed in. Prima facie, it seems to be a hoax call. Further inquiry is being conducted: Mumbai Police pic.twitter.com/ztv7sr0nID
— ANI (@ANI) May 30, 2021
મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલયમાં બોમ્બ ટ્રાન્સપ્લાન્ટ કર્યાની માહિતી મળ્યા પછી, મુંબઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. બોમ્બ નિવારણ ટુકડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સઘન તપાસ હાથ ધરી છે. પરંતુ હજી સુધી કોઈ બોમ્બ મળી આવ્યો નથી. અહીં, મુંબઇ પોલીસ પણ કહે છે કે તે કોઈની ટીખળ, અથવા કોઈ નકલી કોલ હોઈ શકે છે. જોકે, આની પાછળ કોનો હાથ છે તેની તપાસ મુંબઈ પોલીસ પણ કરી રહી છે.
