Ahmedabad News/ ધંધુકામાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં 3 હજાર સ્પર્ધકોએ લીધો ભાગ

ખેલ મહાકુંભનો પ્રારંભ એમએસસી વિધાલય ખાતે વોલિબોલ અને યોગની સ્પર્ધાઓથી થયો હતો

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: ધંધુકા (Dhandhuka) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ (Khel Mahakumbh)માં 3 હજાર સ્પર્ધકોએ યોગ, વોલીબોલ, ખો-ખો, કબડ્ડી, રસ્સા ખેંચ અને ચેસની રમતો(Games)માં ઉત્સાહથી ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા બનેલા સ્પર્ધકો આગામી દિવસોમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

ખેલ મહાકુંભનો પ્રારંભ એમએસસી વિધાલય ખાતે વોલિબોલ અને યોગની સ્પર્ધાઓથી થયો હતો. જ્યારે ખડોળ એલ આર. વાળા સ્કૂલ ખાતે ખો-ખોની ટીમોએ ઉત્કૃષ્ટ રમત રમી હતી. તો વિમલમાતા સ્કૂલ ખાતે કબડ્ડીની સ્પર્ધામાં 51 ટીમોએ ભાગ લીધો હતો. જ્યારે મોડર્ન હાઈસ્કૂલ ખાતે ચેસ અને રસ્સા ખેંચની સ્પર્ધાઓ યોજાઈ હતી. તમામ સ્પર્ધાઓમાં 3 હજાર ઉપરાંત સ્પર્ધકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.

ધંધુકા તાલુકા વ્યાયામ પ્રચારક મંડળના પ્રમુખ પ્રવિણસિંહ રાઠોડ અને મંત્રી સુખદેવસિંહ રાઠોડ અને રેફરીની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ધંધુકા બીઆરસી ડો. રઘુવીરસિંહ ચુડાસમા, પ્રાથમિક શિક્ષક સંઘના પદાધિકારીઓ, વિમલમાતા સ્કૂલના આચાર્ય ફાધર રુબી, સંસ્થાના સંચાલક ફાધર માઈકલ, એલ. આર. વાળા સ્કૂલના આચાર્ય – સંચાલકો, મોડર્ન હાઈસ્કૂલના પ્રમુખ હબીબભાઈ મોદન, સેક્રેટરી કરીમભાઈ,સામાજિક અગ્રણી ભાઈજીભાઈ,નિવૃત જજ શબ્બીરભાઈ ટીબલીયા, ખજાનચી રહીમભાઈ,આચાર્ય ગનીભાઈ મારું સહિત અનેક મહાનુભાવોએ ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં હાજરી આપી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા ટીમો અને સ્પર્ધકો જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં પોતાના કૌશલ્યો બતાવશે.

@હરિઓમ સોલંકી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખેલ મહાકુંભ ૩.Oનો રાજકોટથી શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો:ગુજરાતમાં ખેલ મહાકુંભ 2.0 ક્યારે શરૂ થશે, 4 નવી રમતોનો થશે સમાવેશ

આ પણ વાંચો:સુરેન્દ્રનગર જિલ્લામાં દિવ્યાંગો માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભનું કરાયુ આયોજન