Not Set/ અમિત શાહે ઉડાવ્યો પતંગ, જીતુ વાઘાણીએ પકડી ફીરકી

અમદાવાદ વિરોધીઓની પતંગ કાપવામાં માહેર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં પતંગ ઉડાવીને ઉત્તરાયણની મજા માણી હતી. ઉત્તરાયણના દિવસે અમિત શાહ નવા વાડજના સ્વામિનારાયણ પાર્કમાં પતંગ ચગાવવા માટે પહોંચ્યા હતા. અમિત શાહનું આગમન થતાં જ આસપાસના ધાબા પરના પતંગરસિયાઓએ ઉત્સાહભેર અને ચિચિયારીઓ સાથે તેમનું સ્વાગત કર્યું. ધાબા પર પહોંચીને અમિત શાહે પતંગના પેચ લડાવ્યા હતા. […]

Top Stories Gujarat

અમદાવાદ

વિરોધીઓની પતંગ કાપવામાં માહેર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં પતંગ ઉડાવીને ઉત્તરાયણની મજા માણી હતી. ઉત્તરાયણના દિવસે અમિત શાહ નવા વાડજના સ્વામિનારાયણ પાર્કમાં પતંગ ચગાવવા માટે પહોંચ્યા હતા.

અમિત શાહનું આગમન થતાં જ આસપાસના ધાબા પરના પતંગરસિયાઓએ ઉત્સાહભેર અને ચિચિયારીઓ સાથે તેમનું સ્વાગત કર્યું. ધાબા પર પહોંચીને અમિત શાહે પતંગના પેચ લડાવ્યા હતા. અમિત શાહે પતંગ ઉડાવ્યો ત્યારે તેમની ફિરકી ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પકડી હતી.

અમિત શાહે પતંગ ચગાવ્યા બાદ અહીં ભેગા થયેલા ભાજપના કાર્યકરો સાથે ગોષ્ઠી કરી હતી.અમિત શાહની સાથે કૌશિક પટેલ તેમજ અન્ય પ્રધાનો તેમજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમિત શાહ પછી ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીએ પણ પતંગ ચગાવી પેચ લડાવ્યા હતા.