Gandhinagar News/ ગુજરાતમાં ‘મોયા મોયા’ બીમારીનો પ્રથમ કેસ, 35 દિવસની આયુર્વેદિક સારવાર બાદ યુવાન ફરી ચાલતો થયો

ગાંધીનગરમાં ‘મોયા મોયા’ (Moyamoya Disease) જેવી અત્યંત દુર્લભ બીમારીથી પીડિત યુવાને 8 વર્ષ બાદ આયુર્વેદિક પંચકર્મ સારવારથી ફરી ચાલવાનું શરૂ કર્યું છે. લાખો રૂપિયાની સારવાર બાદ નિરાશ પરિવાર માટે આ ઘટના આશાની કિરણ બની છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
ગાંધીનગર:દુર્લભ Moyamoya Disease બીમારીમાં આયુર્વેદથી રાહત!

Gandhinagar News: ગુજરાતમાં અત્યંત દુર્લભ ગણાતી ‘મોયા મોયા’ (Moyamoya Disease) બીમારીનો પ્રથમ નોંધપાત્ર કેસ ગાંધીનગરમાં સામે આવ્યો છે. છેલ્લા આઠ વર્ષથી પથારીવશ રહેલા એક યુવાને સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં માત્ર 35 દિવસની પંચકર્મ સારવાર બાદ ફરી પોતાના પગે ચાલવાનું શરૂ કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાએ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિને લઈને ફરી ચર્ચા જગાવી છે.

ગુજરાતમાં પ્રથમ વખત ‘મોયા મોયા’ (Moyamoya Disease) કેસમાં આયુર્વેદિક સારવાર ચર્ચામાં

ગાંધીનગરના સેક્ટર-26 વિસ્તારમાં રહેતા દિલીપસિંહ બિહોલાના પુત્ર હર્ષને વર્ષ 2016માં પ્રથમ સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ 2018માં આવેલા બીજા સ્ટ્રોક બાદ તેની સ્થિતિ વધુ ગંભીર બની હતી અને તે સંપૂર્ણપણે પથારીવશ થઈ ગયો હતો. પરિવારજનોએ ગાંધીનગર, અમદાવાદ, મુંબઈ અને દિલ્હી સુધી વિવિધ હોસ્પિટલોમાં સારવાર કરાવી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હર્ષ ‘મોયા મોયા’ (Moyamoya Disease) નામની અત્યંત દુર્લભ રક્તવાહિની સંબંધિત બીમારીથી પીડિત છે. આ રોગમાં મગજ સુધી લોહી પહોંચાડતી નસો ધીમે ધીમે સાંકડી થવા લાગે છે અથવા બ્લોક થઈ જાય છે, જેના કારણે વારંવાર સ્ટ્રોક, નબળાઈ અને ચાલવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓ સર્જાય છે.

Moyamoya Disease Gujarat
Moyamoya Disease Gujarat

પરિવાર દ્વારા લાખો રૂપિયાની એલોપેથી સારવાર (Allopathic treatment) છતાં ખાસ ફાયદો ન થતાં અંતે તેમણે ગાંધીનગરની સરકારી આયુર્વેદ હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. પંચકર્મ નિષ્ણાત વૈધ ડૉ. રાકેશ ભટ્ટે હર્ષની આયુર્વેદિક પદ્ધતિથી તપાસ કરીને પંચકર્મ, નસ્ય, શિરોધારા અને ષષ્ટિકશાલી પિંડસ્વેદ જેવી સારવાર શરૂ કરી હતી.

માત્ર 35 દિવસની સારવાર બાદ હર્ષની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હોવાનું જણાવાયું છે. જે યુવાન પહેલા બે લોકોના સહારા વગર ઊભો રહી શકતો નહોતો, તે હવે હોસ્પિટલમાં પોતે ચાલી શકે છે. ડૉક્ટરના જણાવ્યા અનુસાર દર્દીમાં 70થી 80 ટકા સુધી સુધારો જોવા મળ્યો છે.

મોયા મોયા (Moyamoya Disease) બીમારી વિશ્વભરમાં ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે અને ખાસ કરીને જાપાન, કોરિયા અને ચીનમાં વધુ જોવા મળે છે. ભારતમાં તેના કેસ ખૂબ ઓછા નોંધાય છે. નિષ્ણાતોનું માનવું છે કે સમયસર નિદાન અને યોગ્ય સારવાર દર્દીના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે.


આ પણ વાંચો:એક મચ્છર….મૃત્યુ સુધી લઇ જઇ શકે છે! મેલેરિયાની ઘાતક બીમારીને અટકાવવા જાગૃત થઇએ…આજે ‘વર્લ્ડ મેલેરિયા ડે’!

આ પણ વાંચો:દીકરીની બીમારી વિશે વાત કરતા ભાવુક થયો વરુણ ધવન, અઢી મહિના સુધી પ્લાસ્ટરમાં રહી હતી દીકરી

આ પણ વાંચો:સિલિકોસિસ સહાય: મૃત્યુએ ₹4 લાખ, બીમારીએ ₹3 લાખ