Gujarat News/ સિંધી સંપ્રદાય છે કોઈ ધર્મ નથી : ભારતના ભાગલા પડતા તેઓ અહીં આવ્યા, મુસ્લિમોના અત્યાચારો ભુલવાના નથી

પાકિસ્તાનમાં મુસલમાનોએ કરેલા અત્યાચારો તમારે ભૂલવાના નથી

Top Stories Gujarat
Beginners guide to 2025 03 30T163502.761 સિંધી સંપ્રદાય છે કોઈ ધર્મ નથી : ભારતના ભાગલા પડતા તેઓ અહીં આવ્યા, મુસ્લિમોના અત્યાચારો ભુલવાના નથી

Gujarat News : સિંધી કોઈ ધર્મ નથી પણ સંપ્રદાય છે અને અખં ભારતના ભાગલા પડતા સિંદીઓ ભારત આવ્યા હતા. તેમમે પાકિસ્તાનમાં મુલ્સિમોએ કરેલા અત્યાચાર ભુલવાના નથી, એમ કડીમાં ચેટી ચાંદની ઉજવણી પ્રસંગે બોલતા નીતિન પટેલે જણાવ્યું હતું.કડી શહેરમાં સિંધી સમાજ દ્વારા શનિવારે (29 માર્ચે) સાંજે ચેટીચાંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સિંધી કોઈ ધર્મ નથી એ ભારતના હિન્દુનો ઝુલેલાલ ભગવાનનો સંપ્રદાય છે. પહેલાં સિંધી શબ્દ નહોતો, નિરાશ્રિત કહેતા હતા. અખંડ ભારતના ભાગલા પડતાં સિંધી પરિવારો ભારત આવ્યા હતા.

એટલું જ નહિ તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાનમાં મુસલમાનોએ કરેલા અત્યાચારો તમારે ભૂલવાના નથી, તેમનું ભૂત ગમે ત્યારે અને ગમે ત્યાં ધૂણે છે. હાલ મહારાષ્ટ્રમાં ફરી ઔરંગઝેબનું ભૂત ધૂણ્યું છે.ચેટીચાંદ મહોત્સવ સિંધી સમાજ માટે નવા વર્ષની શરૂઆત અને ભગવાન ઝુલેલાલના જન્મદિવસ તરીકે મહત્ત્વપૂર્ણ છે. શનિવારે સાંજે મધુવન સોસાયટીમાં આવેલા ઝુલેલાલ મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા ટાઉનહોલ ખાતે સમાપ્ત થઈ હતી. રાત્રે ચંપાબેન રતિલાલ પટેલ ટાઉનહોલમાં સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આજે રવિવારે ચેટીચાંદના મુખ્ય દિવસે ભગવાન ઝુલેલાલનો અભિષેક કરવામાં આવશે. મંદિરમાં 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવશે. બપોરે ધજારોહણનો કાર્યક્રમ યોજાશે. ચેટીચાંદ તહેવાર પાછળનું પૌરાણિક મહત્ત્વ છે. એક માન્યતા મુજબ આ દિવસે વરુણ દેવે ઝુલેલાલ રૂપે અવતાર લીધો હતો. તેમણે હિંદુ સંસ્કૃતિ અને ધર્મની રક્ષા માટે અવતાર લીધો હતો. સિંધી સમાજમાં આ દિવસને નવા કાર્યની શરૂઆત માટે શુભ અને ફળદાયી માનવામાં આવે છે.આ પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હું જે મહોલ્લામાં રહેતો હતો ત્યાં 1960થી પાકિસ્તાનથી નિરાશ્રિત થઈને આવેલા ઓછામાં ઓછા 25થી 30 પરિવાર રહેતા હતા.

નવી પેઢીને તો ખબર જ નથી આ સિંધી શબ્દ પહેલાં નહોતો, પહેલાં વડીલો તમને બધાને નિરાશ્રિત કહેતા હતા. અખંડ ભારતના ભાગલા પડ્યા ત્યારે તમે બધા દેશભક્તિથી પ્રેરાઈ પાકિસ્તાન છોડી આપણા ભારતની પવિત્ર ભૂમિમાં આવ્યા. તમે બધાએ પાકિસ્તાનના મુસલમાનો ત્રાસ, મુસલમાનોનો અત્યાચાર, મુસલમાનોની આપણી બહેન-દીકરીઓ ઉપરની ખરાબ નજર એ બધું જ તમે લોકોએ ત્યાં જોયેલું.આ બધું છોડી તમે બધા પહેરેલાં કપડે અહીં આવ્યા. તમે બધા ગરીબ નહોતા. આજે સિધ પ્રાંત કહેવામાં આવે છે તે સિંધ પ્રાંતમાં સિંધીઓ મોટા જમીનદારો હતા, મોટા ખેડૂતો હતા, મોટા વેપારીઓ હતા, મોટા ઉદ્યોગપતિઓ હતા. આઝાદીની લડતમાં મોટા નેતાઓ પણ હતા. પણ, કમનસીબે 1947માં ભાગલા પડ્યા એ પછી સિંધીભાઈઓને પણ બીજા સમાજની જેમ મોટા પ્રમાણમાં સ્થળાંતર કરવું પડ્યું.

એ વખતે તમે લોકો એ જમાનાની લાખો રૂપિયાની મિલકત પાકિસ્તાનમાં મૂકી દીધી. તમે લોકોએ મુસલમાનોના અને પાકિસ્તાનીઓના અત્યાચારથી બચવા માટે અને બહેન-દીકરીઓની ઈજ્જત બચાવવા માટે લાખો રૂપિયાની જમીન, જાયદાત, મકાનો બધું મૂકી ભારતમાં આવ્યા.સરદાર વલ્લભભાઈ પટેલ તે વખતે ગૃહમંત્રી હતા. બધું છોડીને હિજરત કરીને લાખો સિંધીઓ ભારતા આવ્યા. ખાવાનું કંઇ નહીં, કોઈ ધંધો નહીં. તે વખતે સરદાર વલ્લભભાઈએ દિલ્હીથી સિંધીઓના આશ્રય અને વસવાટ માટે અમદાવાદનું સરદારનગર વસાવ્યું હતું. ત્યાં સિંધીઓને રહેવા માટે મફત જમીનો આપવામાં આવી.

કચ્છનું જે અત્યારે ગાંધીધામ છે તે પહેલાં ગાંધીધામ નહોતું. આઝાદી પહેલાં જે સિંધીઓ આવ્યા તેમને કચ્છમાં વસવાટ કરવો હતો. કેમ કે, તે પાકિસ્તાનથી નજીકમાં પડતું હતું, એટલે સરદાર વલ્લભભાઈએ તે વખતે કંડલા પોર્ટની હજારો વીઘા જમીન સિંધીઓને વસવાટ કરવા માટે આપી હતી.કડીમાં જે તે વખતે સિંઘીઓ આવ્યા ત્યારે, અમે બધાએ તમને સમાવી લીધા હતા. અમારા મોહલ્લામાં પણ 25-30 ઘર સિંધીઓનાં હતાં. જો અમને બધાને રગડો ખાતા કર્યા હોય તો આ સિંધીઓએ કર્યા. ભાજીપાંઉ ખાતા કર્યા હોય તો આ સિંધીઓએ કર્યા. સિંધી સમાજ બહુ મહેનતું સમાજ છે. હું લગભગ 1965-70ની વાત કરું તો એ વખતે સિંધી સમાજના લોકો ખૂબ જ મહેનત કરતા હતા.

તમે ભિક્ષા માંગતા ભિક્ષુકને જોતા હશો, પણ મારી 68 વર્ષની ઉંમર થઈ આખા ગુજરાત કે આખા ભારતમાં સિંધી ગમે તેટલો ગરીબ હશે પણ કદી ભીખ નહીં માંગે. સિંધીઓ મહેનત કરે પરંતુ કોઈ દિવસ ભીખ ન માંગે. એટલે જ પ્રગતિ કરતાં કરતાં આજે બહુ મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ બન્યા છે.લાલકૃષ્ણ અડવાણીને તમે બધા જાણો છો. તેઓ ગૃહમંત્રી બન્યા, નાયબ વડાપ્રધાન બન્યા અને અટલ બિહારી વાજપેઇજી જોડે તેમણે કામ કર્યું. તેઓ પાકિસ્તાનમાંથી તમારી બધાની જેમ હિજરત કરી ભારતમાં આવ્યા હતા. ભારતમાં આવી ધીમે ધીમે તેમણે રાજકારણમાં, સેવાકીય કામોમાં, જનસંઘમાં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જે કામ શરૂ કર્યું એ તમે બધા જાણો જ છો.

લાલકૃષ્ણ અડવાણી પણ સિંધી સમાજનું ગૌરવ છે. સોમનાથથી અયોધ્યાની જે રથયાત્રા હતી તે લાલકૃષ્ણ અડવાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. તેના ફળ સ્વરૂપે અત્યારે અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બનીને પૂર્ણ થયું છે.ગુલામીનું જે પ્રતીક હતું બાબરી મસ્જિદ. જે મુસલમાનોએ આપણા ભગવાન રામજીના મંદિરને તોડી એના ઉપર બાબરી મસ્જિદ બનાવી હતી, એને તોડી કાઢી એના ઉપર આપણા હિન્દુઓનું ગૌરવ આપણા ભગવાન રામનું ભવ્યમાં ભવ્ય મંદિર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાવ્યું.

ભારતીય જનતા પક્ષે મંદિર બનાવ્યું તેમાં તમારા બધાનો પણ મોટો સહયોગ છે. એટલે આપણે બધા સહેજે જુદા નથી. ભાષા જુદી હોઈ શકે, સામાજિક વ્યવસ્થા જુદી હોય, રહેણીકહેણી જુદી હોય, સિંધી હોય, ગુજરાતી હોય, મહારાષ્ટ્રિયન હોય, તમિલ હોય અંતે આપણે બધા હિન્દુ છીએ. આપણે બધા સનાતની છીએ. સિંધી કોઈ ધર્મ નથી સમજી લેજો, સિંધી એ આપણા ભારતના હિન્દુનો ઝુલેલાલ ભગવાનનો એક સંપ્રદાય છે.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, 25 વર્ષ પહેલાંની વાત કરું છું અમારી લુહાર કુઈમાં પણ ઘણાં ઘર અને પરિવારો રહેતાં હતાં. ઘરમાં ભગવાનની મૂર્તિ રાખી સેવાપૂજા કરતા હતા. ત્યાં પણ આ ચેટીચાંદનો તહેવાર ખૂબ જ ધામધૂમપૂર્વક ઊજવતા હતા. કડીમાં પણ સિંધી સમાજ કોઈપણ જગ્યાએ રાજકીય કે સામાજિક પ્રવૃત્તિમાં કાંઈપણ જરૂર હોય તો ખભેખભો મિલાવી કામ કરે છે.

કડી નગરપાલિકામાં પણ સિંધી સમાજના કોર્પોરેટર પણ ચૂંટાઈ આવેલા છે. આ બધું જે આપણે હળીમળીને કરીએ છીએ. ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું છું. તમે બધા અહીંયાં સુરક્ષિત છો. આપણા હિન્દુ સમાજ જોડે તમે બધા હળીમળીને કામ કરો છો, ભારત માતાનાં સંતાન તરીકે અને નાગરિક તરીકે તમે બધા ભળી ગયા છો ત્યારે, ભૂતકાળ ભૂલી જવાનો પરંતુ એવી રીતે નહીં ભૂલી જવાનો કે, પાકિસ્તાનમાં તમારી સાથે મુસલમાનો એ જે અત્યાચાર કર્યા એ બધું ભૂલી નથી જવાનું.હજુ પણ તમે જુઓ મુસલમાનોનું ભૂત ગમે ત્યારે અને ગમે ત્યાં ધૂણે છે. આપણાં અનેક મંદિરો ઉત્તરપ્રદેશમાં હોય કે પછી બીજે બધે હોય મુસલમાનોએ તોડી કબજો લઈ મસ્જિદો બનાવી દીધી છે. આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે તમે બધા એ જુઓ છો. એ બધું જ ધીરે-ધીરે પાછું આવશે. પરંતુ, આપણે સહકાર આપવાનો, આપણી જરૂર પડે ત્યારે આપણે મદદ કરવાની.

તમે જુઓ છો મહારાષ્ટ્રમાં ઔરંગઝેબનું ભૂત ફરીથી ધૂણ્યું છે. હવે મહારાષ્ટ્રમાં મરાઠાઓ જ આનો કંઈક ઉપાય કરશે. મહારાષ્ટ્રના આપણા મુખ્યમંત્રી તે પણ આનો ઉપાય કરશે. આપણે કોઈનો વિરોધ નથી પરંતુ જે લોકોએ આપણા ઉપર અત્યાચાર કર્યા, આપણી બહેન દીકરીઓની આબરૂ લૂંટી, આપણી દીકરીઓને ઉપાડી જઈ ફરજિયાત ધર્માંતરણ કરાવ્યું, જે કાળો ભૂતકાળ છે, એ ભૂતકાળ તો આપણે બધાએ ભૂલી જવાનો છે પણ એમાં જે તકલીફ પડી હોય તેને દૂર કરવામાં મદદરૂપ થવાનું છે.આ કાર્યક્રમમાં સિંધી સમાજના અગ્રણીઓ, કડી એપીએમસીના ચેરમેન ગોવિંદ પટેલ, કડી શહેર ભાજપ પ્રમુખ જિજ્ઞેશ પટેલ, કોર્પોરેટર નિલેશ નાયક, હિમાંશુ ખમાર, મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રહલાદ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્વામિનારાયણ સંપ્રદાયનો ફરીથી વિવાદ ! હવે ભગવાન કૃષ્ણને લઈને વિવાદમાં

આ પણ વાંચો: સ્વામિનારાયણ સંતના વિવાદિત નિવેદનથી ભક્તોમાં રોષ, 48 કલાકનું અપાયું અલ્ટીમેટમ, દ્વારકાધીશ દ્વારકામાં નહીં, પણ વડતાલમાં રહે છે…

આ પણ વાંચો: સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકને લઈ વિવાદ, ભગવા સંગઠ્ઠનના અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું