Today Special: પ્રતિ વર્ષ ‘વિશ્વ મેલેરિયા દિવસ’ 25 એપ્રિલ (World Malaria Day, 25 April 2026)ના રોજ સમગ્ર વિશ્વભરમાં મનાવાય છે. આ દિવસ મનાવવા પાછળનો હેતુ છે મેલેરિયા જેવા એક સર્વસામાન્ય રોગ અંગે જાગૃતિ ફેલાવવાનો અને એને અટકાવવાના પ્રયાસોને ઝડપી બનાવવાનો…
એક માત્ર નાનકડા મચ્છર (Mosquito)થી ફેલાતી આ જીવલેણ બીમારી સામે એક અભિયાન છેડવાના પ્રતીક સમાન આ વિશેષ દિવસ આપણને પ્રતિતી કરાવે છે કે, હવે આ રોગને નિર્મૂળ કરવાની એક વૈશ્વિક પ્રતિબદ્ધતા અને કટિબદ્ધતા કેળવવાની તાતી જરુર છે.

‘વિશ્વ મેલેરિયા દિવસ’ (World Malaria Day)નો ઉદ્દેશ્ય
આ દિવસનો મૂળ ઉદ્દેશ્ય છે મેલેરિયા બીમારીને નિયંત્રિત કરવાનો અને એને જડથી નિર્મૂળ કરવાનો…
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા વર્ષ 2007માં ‘વિશ્વ સ્વાસ્થ્ય સભા’ દરમિયાન, આની ઘોષણા કરવામાં આવી હતી અને પ્રથમ વખત એને વર્ષ 2008માં મનાવવામાં આવ્યો હતો.
માદા એનોફિલિઝ મચ્છર (Anopheles mosquito)ના કરડવાના કારણે ફેલાતી આ એક પરજીવી બીમારી (Parasitic disease) છે.
આ વિશેષ દિવસ કેવળ આ રોગથી થનારા મોતને ઓછા કરવાના પ્રયાસો કરે છે એટલું જ નહિં પણ એ આ જીવલેણ બીમારીને ખતમ કરવા માટે જીવના જોખમે કામ કરી રહેલા એવા સ્વાસ્થ્યકર્મીઓનો યોગદાનને પણ પ્રશંસિત કરે છે.

‘વિશ્વ મેલેરિયા દિવસ’નો ઇતિહાસ (History of World Malaria Day)
વર્ષ 1960ના દશકમાં મેલેરિયાનો પ્રકોપ ઓછો થઇ રહ્યો હતો અને ત્યારે જ બધા પ્રયાસો ધીમા પડી ગયા! વર્ષ 1969માં મેલેરિયા વૈશ્વિક ઉન્મૂલન પ્રયાસો બંધ કરી દેવાયા અને પરિણામે, લાખો લોકોએ આ બીમારીના કારણે જીવ ગુમાવ્યો હતો! આ ઘાતક બીમારીથી બહાર આવવામાં જ દુનિયાને 30 વર્ષ લાગ્યા હતા. આ ઇતિહાસનું પુનરાવર્તન ન થાય એ આ દિવસનું લક્ષ્ય છે.
વર્ષ 1990ના દશકાના ઉત્તરાર્ધમાં વૈશ્વિક સમુદાય દ્વારા મેલેરિયાના રોગ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવવામાં આવી અને એના ફલ સ્વરુપે, બે દશકામાં જ લગભગ 2.2 અબજ કેસ અને 12.7 મિલિયન મૃત્યુ થતા રોકી શકાયા!
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા વર્ષ 2007માં ‘વિશ્વ સ્વાસ્થ્ય સભા’ દરમિયાન, આની ઘોષણા કરવામાં આવી હતી અને પ્રથમ વખત એને વર્ષ 2008માં મનાવવામાં આવ્યો હતો.
હવે ઘણા વર્ષો સુધી કેસોમાં ઘટાડા બાદ હવે પ્રગતિ અટકી ગઇ છે અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અનુમાન અનુસાર, મેલેરિયાથી હાલ દરેક મિનિટે 1 વ્યક્તિનું મૃત્યુ થાય છે જેમાં મોટાભાગના મૃત્યુ આફ્રિકન દેશો (African Countries)માં થઇ રહ્યાં છે.

ભારતની શું સ્થિતિ છે?
ભારત (India)માં આ બીમારીને નિર્મૂળ કરવાના અનેક પ્રયાસો ચાલે છે અને વર્ષ 2027 સુધી મેલેરિયાના તમામ કિસ્સાઓ શૂન્ય કરવાનો અને વર્ષ 2030 સુધીમાં એનું પૂર્ણતયા ઉન્મૂલન કરવાનું લક્ષ્ય છે.
આ બીમારીથી રક્ષણ કરવા આટલા પગલાં લેવા જોઇએ.
1. મેલેરિયા ન થાય એ માટે સૂતી વખતે હંમેશાં મચ્છરદાની (Mosquito net)નો જ પ્રયોગ કરવો જોઇએ.
2. ઘરની આસપાસ પાણી જમા ન થવા દેવી કારણ કે, એમાં જ મેલેરિયાના મચ્છરનો ઉપદ્રવ થાય છે.
3. આખા શરીરને ઢાંકતા કપડા પહેરવા જોઇએ. જેથી મચ્છર સરળતાથી ન કરડી શકે.
4. મચ્છર ભગાડવા માટે ઉપલબ્ધ ક્રીમ અથવા તો રિપેલન્ટનો ઉપયોગ કરવો જોઇએ.

વૈશ્વિક સ્તરે, 106 દેશોમાં 3.3 અબજ લોકો મેલેરિયાના જોખમમાં છે. ઝડપી ઉપચાર વિના આ રોગ ગંભીર સ્વરુપ લઇ શકે છે અને એ મોત તરફ દર્દીને દોરી જાય છે. આથી એના માટે હવે આ બીમારીને હરાવવા માટેનું જ્ઞાન, જીવન રક્ષક ઉપકરણો અને પરીક્ષણ તથા ઉપચાર ઉપલબ્ધ છે જેનો ઉપયોગ કરીને તમામ દેશો અને સમુદાયોએ સાથે મળીને મેલેરિયા નાબૂદી માટેના સામૂહિક પ્રયાસો કરવા માટે ફરી કમર કસવી પડશે!
અંતે નિષ્કર્ષ એ છે કે, વિશ્વ મેલેરિયા દિવસ પર સૌ પુન:નિવેશ, પુન:કલ્પના અને પુન:જાગૃત થવાનો સંકલ્પ લઇએ કે જેથી મેલેરિયા રોગનું નિર્મૂલન થઇ શકે અને અનેક જીવ બચી શકે!
આ પણ વાંચો: આ કેવળ માનસિક સ્વાસ્થ્ય સમસ્યા નથી…આ છે ન્યૂરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર…આજે 2 એપ્રિલ… ‘વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ’…
આ પણ વાંચો: 43 વર્ષની લાંબી સફર…આપણા વડવાઓની સંસ્કૃતિ, ઇતિહાસ વિષયક જવાબદારીનો અહેસાસ…’વિશ્વ વારસા દિવસ…
