Today Special/ ધરતીમાતા જોખમમાં છે…એને બચાવો! આજે 22 એપ્રિલ…’પૃથ્વી દિવસ’ મનાવવાનું કારણ, મહત્તા અને થીમ…

22 એપ્રિલ 1970ના રોજ અમેરિકામાં પ્રથમ વાર મોટા પાયે પર્યાવરણ જાગૃતિ પ્રદર્શનનું આયોજન થયું હતુ. આના કારણે જ ‘અર્થ ડે’ (Earth Day 2026) મનાવવા માટે…

Trending Lifestyle
Earth Day 2026, 22 એપ્રિલ, ધરતી, પ્રદૂષણ, જૈવ વિવિધતા

Today Special: પ્રતિ વર્ષ 22 એપ્રિલે મનાવવામાં આવતો ‘પૃથ્વી દિવસ’ (Earth Day 2026, 22 April) આપણી ધરતીમાતા માટે એક વૈશ્વિક આંદોલન સમાન છે. દુનિયામાં વધતા જતા પ્રદૂષણ, જળવાયુ પરિવર્તન, જંગલોને આડેધડ કાપવાથી ઘટતા જતા કુદરતી સંસાધનો…આ તમામ સંકેત દર્શાવે છે કે, હવે માનવજાતિએ જાગૃત થવાની તાતી જરુર છે!

રસપ્રદ બાબત એ છે કે, આ વિશેષ દિવસ હવે કોઇ દેશના સીમાડા સુધી સીમિત નથી પણ વિશ્વના 190 થી પણ વધુ દેશોમાં એને મનાવવામાં આવી રહ્યો છે. દર વર્ષે આ દિવસ એક ખાસ વિષયવસ્તુ (Theme) પર કેન્દ્રિત હોય છે જે પર્યાવરણીય મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે જાગૃત થવા આપણને પ્રેરિત કરે છે. તો ચાલો જાણીએ, પૃથ્વી દિવસ મનાવવાનો ઇતિહાસ, મહત્તા અને થીમ વિશે…

Earth Day 2026, 22 એપ્રિલ, ધરતી, પ્રદૂષણ, જૈવ વિવિધતા

‘પૃથ્વી દિવસ’ (Earth Day 2026) મનાવવાનો ઉદ્દેશ્ય

આ વિશેષ દિવસ આપણને યાદ અપાવે છે કે, આપણે કેવળ આ ગ્રહના નિવાસી જ નથી પરંતુ આગામી પેઢીઓ અને જીવસૃષ્ટિ માટે આ ધરતીના રક્ષકો પણ છીએ.

આજની ભાગદોડ ભરી જીંદગીમાં કેવળ વિકાસ, વિકાસ અને વિકાસના નામે પ્રકૃતિને સતત નુકસાન પહોંચી રહ્યું છે અને આ નુકસાન અટકાવવા માટે આ એક ચેતવણી સ્વરુપ દિન છે…જે આપણને પ્રેરણા આપે છે કે, પૃથ્વીને બચાવવા માટે નાના-નાના પગલાંથી આપણે મોટા પરિવર્તનોની શરુઆત કરી શકીએ છીએ.

Earth Day 2026, 22 એપ્રિલ, ધરતી, પ્રદૂષણ, જૈવ વિવિધતા

આમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો, વૃક્ષ વાવવા અને પાણી બચાવવા (Reducing Plastic Use, Plantation and Saving Water) જેવા પગલાં સામેલ છે. સદીઓથી માનવ, પશુ-પક્ષી અને જૈવ વૈવિધ્ય માટે નદી માતા હંમેશાથી જીવનદાયિની સિદ્ધ થયેલી છે, પરંતુ આજના આધુનિક યુગમાં વિકાસ અને પર્યાવરણના બેફામ દોહનના કારણે એમનું અસ્તિત્વ આજે જોખમમાં છે! આ જ સમસ્યા પર પ્રકાશ પાડવા અને નદીઓ તથા કુદરતી સંસાધનોના સંરક્ષણ પ્રત્યે જનસાધારણમાં જાગૃતિ કેળવવા માટે દર વર્ષે ‘અર્થ ડે’ મનાવવામાં આવે છે.

પાણી એટલે જીવન…માનવ જીવનના અસ્તિત્વથી લઈને ખેતી, ઉદ્યોગ અને પર્યાવરણ સુધી દરેક ક્ષેત્રમાં પાણી અતિ મહત્વપૂર્ણ સંસાધન છે. પરંતુ વિશ્વના ઘણા ભાગોમાં પીવાના સ્વચ્છ પાણીની અછત એક ગંભીર સમસ્યા બની રહી છે.

અંધાધૂંધ નિર્માણ કાર્યો, અતિક્રમણ (Construction works, Encroachment) અને નદીઓમાં ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા પ્રદૂષિત જળ અને કચરાનું ડમ્પિંગ થવાના કારણે દુનિયાની અનેક નદીઓ અત્યંત પ્રદૂષિત થઈ છે. વૈશ્વિક સ્તરે દરરોજનો 2 મિલિયન ટનથી પણ વધુ સુએઝ અને ઔદ્યોગિક તથા કૃષિલક્ષી વેસ્ટ (Suez, Industrial Waste, Agricultural Waste) પાણીમાં વહાવવામાં આવે છે!!

પાણી પ્રકૃતિનું એવું અમૂલ્ય દાન છે જે વગર જીવન (Life) શક્ય નથી. પૃથ્વી દિવસ’  આપણે યાદ અપાવે છે કે, પાણીનું દરેક ટીપું કિંમતી છે. આથી પાણી બચાવો અને આપણા ગ્રહ (Earth)ના ભવિષ્યને સુરક્ષિત બનાવો.

Earth Day 2026, 22 એપ્રિલ, ધરતી, પ્રદૂષણ, જૈવ વિવિધતા

‘પૃથ્વી દિવસ’નો ઇતિહાસ (History of Earth Day)

આ વિશેષ દિવસે દુનિયાભરના લોકો પર્યાવરણ સંરક્ષણ (Environment Conservation) માટે અભિયાન ચલાવે છે અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરે છે તથા ધરતીમાતાને બચાવવાનો સંકલ્પ લે છે.

પૃથ્વી દિવસની શરુઆત 1970માં અમેરિકાના સેનેટર ગૅલોર્ડ નેલ્સન (Gaylord Nelson) દ્વારા કરવામાં આવી હતી. એમણે પર્યાવરણ સંરક્ષણના મુદ્દા અંગે એક રાષ્ટ્રીય આંદોલન શરુ કર્યુ હતુ જેમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. ત્યાર બાદ, આ આંદોલને વૈશ્વિક રુપ ધારણ કર્યુ હતુ.

22 એપ્રિલ 1970ના રોજ અમેરિકામાં પ્રથમ વાર મોટા પાયે પર્યાવરણ જાગૃતિ પ્રદર્શનનું આયોજન થયું હતુ. આના કારણે જ ‘અર્થ ડે’ મનાવવા માટે 22 એપ્રિલનો દિવસ પસંદ કરવામાં આવ્યો જેથી વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ પણ એમાં સામેલ થઇ શકે. આ ઉપરાંત, આ દિવસ ‘આર્બર ડે’ (વૃક્ષારોપણ દિવસ) ની તારીખની નજીક હોવાથી પણ પસંદ કરવામાં આવ્યો હતો.

Earth Day 2026, 22 એપ્રિલ, ધરતી, પ્રદૂષણ, જૈવ વિવિધતા

પૃથ્વી દિવસ મનાવવાનો ઉદ્દેશ્ય

આ વિશેષ દિન મનાવવાનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવાનો છે. જૈવ વિવિધતા (Biodiversity)ને નુકસાન પહોંચાડતા પરિબળો જેમ કે, ગ્લોબલ વોર્મિંગ (Global Warming), વધતા જતા પ્રદૂષણ, જળવાયુ પરિવર્તન (Climate Change), જંગલોને આડેધડ કાપવાથી ઘટતા જતા કુદરતી સંસાધનો…આ તમામ અંગે જાગૃત થઇને આપણી જીવનશૈલી (Lifestyle)ને થોડી બદલીને, કુદરતને નુકસાન ન થાય એવી બનાવવાનો આ એક અવસર છે.

Earth Day 2026, 22 એપ્રિલ, ધરતી, પ્રદૂષણ, જૈવ વિવિધતા

પૃથ્વી દિવસ 2026ની થીમ (Theme of Earth Day 2026)

દર વર્ષની એક વિશેષ થીમ રાખવાના હેતુથી નિર્ધારીત આ વર્ષ 2026ની પૃથ્વી દિવસની એક ખાસ થીમ છે, જે પર્યાવરણ સંરક્ષણ, ક્લાઇમેટ એક્શન અને સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલને ઉત્તેજન આપવા સાથે સંલગ્ન છે. વર્ષ 2026ની થીમ છે…

‘Our Power, Our Planet’

અર્થાત્

‘આપણી શક્તિ, આપણો ગ્રહ’

Earth Day 2026, 22 એપ્રિલ, ધરતી, પ્રદૂષણ, જૈવ વિવિધતા

પૃથ્વીને બચાવવા આપણે શું કરી શકીએ?

આપણા રોજીંદા જીવનમાં નાનકડા અમથા પરિવર્તનો આણીને આ દિશામાં મોટું પરિવર્તન લાવી શકીએ છીએ. આ પ્રયાસોમાં ઓછો પ્લાસ્ટિકનો ઉપયોગ, વૃક્ષ વાવવા, ઊર્જાનો ઓછો વપરાશ અને પાણી બચાવવા જેવા પગલાં સામેલ છે. આવા નાનકડા પગલાં આપણી ધરતીમાતાને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.

અંતે નિષ્કર્ષ એ છે કે, ધરતી આપણી માતા છે અને એનું સન્માન કરવાની તથા રક્ષા કરવાની એક મનુષ્યબાળ તરીકે આપણું પરમ કર્તવ્ય છે.


આ પણ વાંચો: આ કેવળ માનસિક સ્વાસ્થ્ય સમસ્યા નથી…આ છે ન્યૂરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર…આજે 2 એપ્રિલ… ‘વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ’…

આ પણ વાંચો: લેન્ડમાઇન્સ અને યુદ્ધના વિસ્ફોટક અવશેષોનું તોળાઇ રહેલું વૈશ્વિક જોખમ…આજે 4 એપ્રિલ..’ઇન્ટરનેશનલ ડે ઑફ માઇન અવેરનેસ’…

આ પણ વાંચો: 43 વર્ષની લાંબી સફર…આપણા વડવાઓની સંસ્કૃતિ, ઇતિહાસ વિષયક જવાબદારીનો અહેસાસ…’વિશ્વ વારસા દિવસ’