Gujarat Local Body Election 2026/ અમદાવાદના લાંભાના અપક્ષ ઉમેદવારનો વિવાદાસ્પદ વિડીયો

અમદાવાદમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે ત્યારે લાંભાના અપક્ષ ઉમેદવારનો વિવાદાસ્પદ વિડીયો વાઇરલ થયો છે. ભૂતપૂર્વ કોર્પોરેટ કાળુ ભરવાડે ચૂંટણી સમયે રૂપિયા આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News:  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગ્યા છે અને રાજકીય પક્ષો વચ્ચે રસ્સાખેંચ અને મતદારોને આકર્ષવાની કવાયત તીવ્ર બની છે. શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બધા જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ભાજપે પણ તેનો પ્રચાર વધુ આક્રમક કરવા લાગ્યો છે. બનાસકાંઠામાં ભાજપનો જબરદસ્ત પ્રચાર ચાલી રહ્યો છે. તેની સામે પ્રચાર કરવા જનારા શાસક પક્ષના કાર્યકરો અને ઉમેદવારોને પણ લોકોના આકરા મિજાજનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે ત્યારે લાંભાના અપક્ષ ઉમેદવારનો વિવાદાસ્પદ વિડીયો વાઇરલ થયો છે. ભૂતપૂર્વ કોર્પોરેટ કાળુ ભરવાડે ચૂંટણી સમયે રૂપિયા આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે ગત ચૂંટણીમાં રૂપિયા આપ્યા હતા તો પણ 17 મત જ મળ્યા હતા. મંદિર બનાવવામાં પણ પૈસા આપ્યા હોવાનો પણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.

આમ મતો માટે મતદારોને લાલચ આપી હોવાનો પુરાવો છે. મતદારોનું કહેવું હતું કે તેણે આપેલા રૂપિયા તે પરત લઈ લે તે અમને જોઈતા નથી. કાળુ ભરવાડ લોકોને અપશબ્દો કહેતા હોવાનો પણ આરોપ છે. કાળુ ભરવાડ અપશબ્દો બોલતા હોવાના રેકોર્ડિંગ પણ સાચવ્યા છે, એમ મતદારોએ જણાવ્યું છે.

કાળુ ભરવાડ જ્યારે પ્રચાર માટે આવ્યા ત્યારે લોકોએ તેમને આકરા સવાલો પૂછવા માંડતા તે લોકોની વાત સાંભળ્યા વગર ભાગ્યા હતા. તેમનો વિવાદાસ્પદ વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આમ લાંભા વોર્ડમાં શાસક પક્ષને જીતતા-જીતતા નવનેજા પાણી ઉતરે તેમ માનવામાં આવે છે. લાંભામાં શાસક પક્ષની આભા જાણે જાંખી પડી ગઈ હોય તેવો લોકોનો આક્રોશ છે. હવે શાસક પક્ષ લાંભામાં તેની આ સત્તાવિરોધી લહેરને કેવી રીતે ખાળી શકે છે તે જોવાનું રહ્યું.


આ પણ વાંચો: ગુજરાતની પ્રજા 26મીએ કોંગ્રેસને જવાબ આપશેઃ રીવાબા, કોણ છે વિજેતા 28મીએ ખબર પડશેઃ નયનાબા