નવી દિલ્હી,
કૌભાંડી નીરવ મોદી અને મેહુલ ચોકસી દ્વારા કરવામાં આવેલા ૧૩,૫૦૦ કરોડ રૂપિયાના ગોટાળા બાદ હવે દેશની પ્રમુખ બેન્કોમાંની એક પંજાબ નેશનલ બેંક વધુ એક ચર્ચામાં છે. પંજાબ નેશનલ બેંકમાં હાલમાં ૫૩૯ કરોડ રૂપિયાનો વધુ એક ફ્રોડનો મામલો સામે આવ્યો છે અને તેને લઈ તપાસ પણ શરુ કરવામાં આવી છે.
CBI દ્વારા પંજાબ નેશનલ બેંકની ફરિયાદ પર VMS પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર્સ તેમજ પ્રમોટર સામે મામલો દાખલ કર્યો છે.
VMS પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર્સ તેમજ પ્રમોટર પર ૫૩૯ કરોડ રૂપિયાની છેતરપીંડીનો મામલો સામે આવ્યો છે. આ કારણે CBI દ્વારા વુપ્પલટઈ બિંદુ, વેંકટ રામારાવ, ભાગ વટુલા વિરુધ મામલો દાખલ કર્યો છે.
CBI દ્વારા આ મામલામાં એક્શન લેવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. આ જોતા હૈદરાબાદની ત્રણ જગ્યાઓ પર છાપેમારી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ૫૩૯ કરોડ રૂપિયાના ગોટાળામાં પણ બેંક કર્મચારીઓની મિલીભગત સામે આવી રહી છે.
બતાવવામાં આવી રહ્યું છે કે, VMS પ્રાઈવેટ લિમિટેડ કંપનીના લોકો દ્વારા PNB બેન્કના અધિકારીઓની મદદથી કરોડો રૂપિયાની ફંડ ડાયવર્ટ કર્યું છે. નોધનીય છે કે, VMS પ્રાઈવેટ લિમિટેડ એ એક ટેલિકોમ કંપની છે.

મહત્વનું છે કે, PNB બેન્કને કરોડો રૂપિયાની ફૂલેકું ફેરવનારા નીરવ મોદી અને મેહુલ ચોકસીએ લેટર ઓફ અન્ડર ટેકિંગ (LOU) દ્વારા હજારો કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. આ મામલે પણ કરાયેલી તપાસમાં બેન્કના અધિકારીઓની મિલીભગત સામે આવી હતી.
