Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Kutch News/ બેન્ક એકાઉન્ટ કિટના દુરુપયોગથી ₹70 કરોડની હેરફેર, બે આરોપીઓ ઝડપાયા

પશ્ચિમ કચ્છમાં સાયબર સેલ અને એલ.સી.બી.ની સંયુક્ત કાર્યવાહીથી કરોડોની સાયબર છેતરપિંડીનો ભાંડો ફોડાયો છે.

April 22, 2026April 22, 2026Reena Mamnani
Top Stories Gujarat
Kutch

Kutch News: પશ્ચિમ કચ્છ જિલ્લામાં સાયબર ક્રાઇમ સામે મોટી કાર્યવાહી કરતાં સાયબર સેલ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા એક સંયુક્ત ઓપરેશનમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો ભાંડો ફોડવામાં આવ્યો છે. આરોપીઓ લોકોનો વિશ્વાસ જીત્યા બાદ તેમના નામે બેન્ક ખાતા ખોલાવી, તેની એકાઉન્ટ કિટ બહારની ગેંગને કમિશન પર આપતા હોવાનું સામે આવ્યું છે.

રાજ્ય સ્તરે મળેલી સૂચનાઓના આધારે પોલીસ દ્વારા ‘સમન્વય પોર્ટલ’ પરથી મળતી માહિતીના વિશ્લેષણ દ્વારા શંકાસ્પદ એકાઉન્ટ્સની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ભુજના કોડકી રોડ વિસ્તારમાં રહેતા નીખીલ નાનજી મહેશ્વરી અને નખત્રાણા તાલુકાના બીબર ગામના રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજા ગરવા સાયબર ઠગાઈમાં સંકળાયેલા હોવાના પુરાવા મળ્યા હતા.

KUTCH

તપાસમાં ખુલ્યું કે આરોપીઓ સામાન્ય લોકોને ભુલાવી-ભુલાવી તેમના નામે અલગ-અલગ બેન્કોમાં ખાતા ખોલાવતા અને ત્યારબાદ તે ખાતાઓની કિટ – જેમા પાસબુક, ચેકબુક, ATM કાર્ડ વગેરે શામેલ હોય – બહારની વ્યક્તિઓને કમિશન પર આપી દેતા. આ ખાતાઓનો ઉપયોગ મોટા પાયે સાયબર છેતરપિંડી માટે થતો હતો.

પોલીસે આરોપી નીખીલ મહેશ્વરીના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરી મોટી સંખ્યામાં પુરાવા કબ્જે કર્યા છે. જેમાં 27 પાસબુક, 8 ચેકબુક, 18 ATM કાર્ડ, 21 સિમ કાર્ડ, 5 મોબાઇલ ફોન, 2 લેપટોપ, રાઉટર, ડેટા ટ્રાન્સફર ડિવાઇસ, QR કોડ અને વિવિધ સ્ટેમ્પનો સમાવેશ થાય છે.

ચોંકાવનારી વાત એ છે કે આ તમામ એકાઉન્ટ્સમાં મળીને આશરે ₹70 કરોડ જેટલી મોટી રકમના ટ્રાન્ઝેક્શન થયાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આથી સમગ્ર મામલો વિશાળ સાયબર નેટવર્ક સાથે જોડાયેલ હોવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

KUTCH

આ મામલે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો તેમજ આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બંને આરોપીઓને ધરપકડ કરી આગળની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

પોલીસનું માનવું છે કે આ રેકેટમાં અન્ય લોકો પણ સંકળાયેલા હોઈ શકે છે અને આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. સાથે જ લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિને પોતાના બેન્ક ખાતાની માહિતી કે દસ્તાવેજો આપતા પહેલા સાવચેતી રાખે, નહીં તો તેઓ અજાણતાં જ સાયબર ગુનામાં ફસાઈ શકે છે.


આ પણ વાંચોઃ વડોદરામાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ઈન્જેક્શન વેચવાનું કૌભાંડ પકડાયું, લાયસન્સ રદ

આ પણ વાંચોઃ વડોદરા ગ્રામ્યમાં 2 લાખની લાંચ લેતા પીઆઈનો મળતીયો ઝડપાયો

આ પણ વાંચોઃ  અમદાવાદમાં મેફેડ્રોન કેસમાં આરોપીને 15 વર્ષની સખત કેદ

Post navigation

પહેલગામ હુમલાની વર્ષગાંઠ પર પીએમ મોદીએ કહ્યું, “ભારત આતંકવાદ સામે ઝૂકશે નહીં”
અમદાવાદના લાંભાના અપક્ષ ઉમેદવારનો વિવાદાસ્પદ વિડીયો

More Posts

Not Set/ રાજકોટમાં વરસાદની જેમ વરસી રહ્યો છે રોગચાળો, કોંગ્રેસે આરોગ્ય વિભાગ પર લગાવ્યો આરોપ

August 22, 2019August 23, 2019hardik shah

Kutch/ ભુજમાં પાણીનો કકળાટ બન્યો જીવલેણ, મહિલાએ કર્યો આપઘાત

April 18, 2024Komal Patel

Not Set/ જેતપુર: ભાદરની કેનાલમાં યુવક ડૂબ્યો

October 21, 2018October 23, 2018Nirmal Acharya

Not Set/ હાઇકોર્ટના આ આદેશથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, જાણો કેમ

November 27, 2018November 27, 2018Nirmal Acharya
priyanka

Punjab Elections 2022/ UP-બિહારના નિવેદન પર ચન્નીના બચાવમાં આવ્યા પ્રિયંકા ગાંધી, કહ્યું, આ હતો મુખ્યમંત્રીની વાતનો અર્થ

February 17, 2022February 17, 2022Nita vagh

Delhi High Court News/ દારુ કૌભાંડમાં CBIની ધરપકડ સામે અરવિંદ કેજરીવાલે કર્યો હાઈકોર્ટનો સંપર્ક

July 1, 2024Heena Dave
Snowfall

North India News/ ઉત્તર ભારતમાં શિયાળાનો કહેર, કાશ્મીર, હિમાચલમાં ભારે હિમવર્ષા, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં વરસાદની ચેતવણી

January 22, 2026January 22, 2026Panara Mansi

ગુજરાત/ લોકઅપમાં યુવાનના મોત મામલે પરિવારની અધિકારી સામે પગલાં લેવા માંગ

May 28, 2024May 28, 2024Heena Dave

કોરોના/ રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1883 કેસ નોંધાયા, જયારે 14 દર્દીના મોત થયા

February 11, 2022Hemangi jani

હત્યા/ બહેનની રાખડીનું ઋણ ભૂલી ભાઈ બન્યો શેતાન, સગી બહેનને ઉતારી મોતને ઘાટ

March 16, 2021March 16, 2021padma prajay
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy