Vadodara News/ વડોદરા ગ્રામ્યમાં 2 લાખની લાંચ લેતા પીઆઈનો મળતીયો ઝડપાયો

આરોપી સાજીદઅલીએ ફરીયાદી તથા સાહેદને લાંચ(Bribe)ના રૂપિયા આપી દેવા સારૂ વારંવાર ફોનથી માંગણી કરતા હતા.

Gujarat Vadodara
લવજેહાદના ગુના સંદર્ભે કાર્યવાહી ન કરવા માટે 2 લાખ રૂપિયાની લાંચ(Bribe) લેતા વડોદરા ગ્રામ્યના પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એ.ચારણના મળતીયાની ACBએ  ધરપકડ કરી હતી

Vadodara News : લવજેહાદના ગુના સંદર્ભે કાર્યવાહી ન કરવા માટે 2 લાખ રૂપિયાની લાંચ(Bribe) લેતા વડોદરા ગ્રામ્યના પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એ.ચારણના મળતીયાની ACBએ  ધરપકડ કરી હતી. જ્યારે પી.આઈ ચારણ સામે ગુનો દાખલ કર્યો હતો.

આ કેસની વિગત મુજબ ફરીયાદી તથા સાહેદનાઓ સાથે ગઇ તા.9.4.2026ના રોજ બપોરના સમયે આશરે ત્રણેક એક વાગે ઝઘડો થયો હતો.  જેમાં ફરીયાદી તથા સાહેદને પાદરા પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.. જે દરમ્યાન પાદરા પોલીસે તેઓ વિરૂધ્ધમાં અટકાયતી પગલાની કામગીરી કરી હતી. તેમજ પી.આઈ.વી.એ.ચારણ પાદરા પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્ય નાઓને ફરીયાદી સાહેદને જણાવેલ કે આમા લવજેહાદનો ગુનો બનતો હોવાથી આગળની કાર્યવાહી ન કરવી હોય તો આરોપી સાજીદઅલી ગુલામરસુલ સૈયદ (ખાનગી વ્યક્તિ)ને મળી લેવા જણાવ્યું હતું..

જે આધારે આરોપી સાજીદઅલીએ આરોપી પીઆઈ વી.એ.ચારણ સાથે મળીને સૌપ્રથમ રૂા.6,00,000 ની માંગણી આ કામના ફરીયાદી તથા સાહેદ પાસે કરી હતી. પરંતુ આ કામના ફરીયાદી સાહેદનાઓ પાસે રૂપિયા ન હોવાથી  રકઝકના અંતે રૂા.2,00,000 લાંચ(Bribe) પેટે લેવાનુ નકકી કર્યું હતું. જેમાં આરોપી સાજીદઅલીએ ફરીયાદી તથા સાહેદનાઓને લવજીહાદ જેવા કેસમાં કાયદેસરની કાર્યવાહી નહી કરવા સારૂ રૂા.2,00,000ની માંગણી આરોપી વી.એ.ચારણના કહેવાથી કરી હતી.

બાદમાં આરોપી સાજીદઅલીએ ફરીયાદી તથા સાહેદને લાંચ(Bribe)ના રૂપિયા આપી દેવા સારૂ વારંવાર ફોનથી માંગણી કરતા હતા. જે લાંચના રૂપિયા ફરીયાદી તથા સાહેદ આપવા માંગતા ન હોય જેથી તેઓએ વડોદરા ગ્રામ્ય ACB પોલીસ સ્ટેશનનો પોતાની ફરીયાદ હકીકત જણાવી હતી. . જે આધારે આજરોજ બે સરકારી પંચો રૂબરૂ આરોપી સાજીદઅલીએ લાંચની રકમ રૂા.2,00,000 ફરીયાદી તથા સાહેદ પાસેથી સ્વીકારી આરોપી પીઆઈ વી.એ.ચારણને લાંચના રૂપિયા આવી ગયા હોવાની વાત કરી હતી.

બાદમાં આરોપી સાજીદઅલીએ લાંચના નાણા સ્વીકાર્યા હતા.. જે પંચો રૂબરૂ કબજે કરેલ છે અને સ્થળ ઉપર તેઓને રંગે હાથ ઝડપી લીધા હતા.જ્યારે આરોપી પી.આઈ. ચારણ  હાલ હાજર મળી આવ્યા ન હતા.


આ પણ વાંચો : સોલા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સામે લાંચનો ગુનો દાખલ

આ પણ વાંચો : જામનગરમાં CPWDનો આસિસ્ટન્ટ એન્જિનિયર ₹4.52 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

આ પણ વાંચો : મહુવાના તત્કાલીન મામલદાર સામે લાંચનો ગુનો દાખલ