Bhavnagar News/ મહુવાના તત્કાલીન મામલદાર સામે લાંચનો ગુનો દાખલ

લાંચની કુલ માંગણી પૈકી રૂપીયા 10,000  તા.1-1-2024 ના રોજ લાંચ(Bribery)ના છટકાના ફરિયાદી પાસેથી સ્વીકાર્યા હતા

Gujarat Others
લાંચની કુલ માંગણી પૈકી રૂપીયા 10,000  તા.1-1-2024 ના રોજ લાંચ(Bribery)ના છટકાના ફરિયાદી પાસેથી સ્વીકાર્યા હતા

Bhavnagar News : ભાવનગરના મહુવામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં કૂક તરીકે કામ કરતી વ્યક્તિ પાસે રૂ.50,000ની લાંચ(Bribery)ની માંગણી કરનારા મહુવાના તત્કાલીન મામલતદાર જયેશકુમાર સી.મહેતા સામે ACBએ ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત મુજબ ફરીયાદી પ્રાથમીક શાળા તા.મહુવા જી.ભાવનગર ખાતે મધ્યાહન ભોજન કેન્દ્ર ખાતે સંચાલક કમ કુક તરીકે સેવા આપતા હતા. જેમની પાસેથી મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક કમ કુકનુ કામ શાંતીથી ચાલવા દેવા અને કોઇપણ પ્રકારે વાંધા ઉભા કરી હેરાન-પરેશાન નહિ કરવાના બદલામાં રૂપિયા 50,000ની લાંચની માંગણી આરોપી જયેશકુમાર ચીમનલાલ મહેતા (જે.સી.મહેતા), તત્કાલીન મામલતદાર મહુવા, જી.ભાવનગર નાઓએ કરી હતી.

જેમાં  લાંચની કુલ માંગણી પૈકી રૂપીયા 10,000  તા.1-1-2024 ના રોજ લાંચ(Bribery)ના છટકાના ફરિયાદી પાસેથી સ્વીકાર્યા હતા.  જેમાં બાકી રહેતી લાંચની રકમ રૂપીયા 40,000 લાંચના છટકા દરમ્યાન કોઇપણ કારણોસર સ્વીકારી ન હતી. રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી પોતાના અંગત આર્થીક લાભ મેળવવા સારુ ફરિયાદી પાસેથી લાંચની રકમની માંગણી કરી હતી.


આ પણ વાંચો : ભ્રષ્ટ બાબુનો ખેલ ખતમ! ગાંધીનગર મનપાના આસિ. કમિશનર 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

આ પણ વાંચો : સુરેન્દ્રનગરના દસાડામાં લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

આ પણ વાંચો : ઉકાઈમાં મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક લાંચ લેતા ઝડપાયો