odisha news/ વિશ્વાસઘાતની પરાકાષ્ઠા! ભુવનેશ્વરમાં પતિ સાથે ઝઘડો થતા ઘર છોડનાર મહિલા પર સામૂહિક બળાત્કાર

Bhubaneswarમાં એક મહિલા પર તેના પાડોશીએ મિત્ર સાથે મળીને સામૂહિક બળાત્કાર ગુજાર્યો છે. સ્ટેશન છોડવાના બહાને મહિલાને મિત્રના ઘરે લઈ જઈ આ પાપ આચર્યું હતું.

India NATIONAL Trending
Bhubaneswar Gangrape Case

Bhubaneswar Gangrape Case: ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં એક બંગાળી મહિલા સાથે સામૂહિક બળાત્કાર (Gangrape) ની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આશરો આપવાના અને મદદ કરવાના બહાને ઓળખીતા પાડોશીએ જ મહિલાની લાચારીનો ગેરફાયદો ઉઠાવ્યો હતો. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે બંને નરાધમ આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

Bhubaneswar : મદદના બહાને આચર્યું પાપ

ઘટનાની વિગત મુજબ, પીડિતાનો પતિ કડિયાકામ કરે છે. ગત શુક્રવારે દંપતી વચ્ચે કોઈ કારણોસર ઉગ્ર ઝઘડો થયો હતો, જેનાથી નારાજ થઈને મહિલાએ ઘર છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. મહિલાએ સ્ટેશન પહોંચવા માટે પોતાના એક ઓળખીતા પાડોશી પાસે મદદ માંગી હતી. આરોપીએ તેને રેલવે સ્ટેશન છોડી દેવાનું કહી પોતાની જાળમાં ફસાવી હતી.

મિત્રના ઘરે લઈ જઈ પીંખી નાખી

આરોપી મહિલાને સ્ટેશન લઈ જવાને બદલે નરસિંહપુર વિસ્તારમાં રહેતા તેના એક મિત્રના ઘરે લઈ ગયો હતો. અહીં બંને શખ્સોએ મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી કે જો તે કોઈને આ વિશે જણાવશે તો તેનું પરિણામ ભોગવવું પડશે.

ડર અને તણાવ વચ્ચે આખરે નોંધાવી ફરિયાદ

આ ભયાનક દુર્ઘટના બાદ મહિલા અત્યંત માનસિક તણાવ અને ડરમાં હતી, જેના કારણે તે તાત્કાલિક પોલીસ પાસે પહોંચી શકી નહોતી. જોકે, હિંમત ભેગી કરીને સોમવારે તેણે તામાંડો મહિલા પોલીસ સ્ટેશનમાં નરાધમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

આરોપીઓ જેલના સળિયા પાછળ

પકડાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની જામીન અરજી નામંજૂર કરીને ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે પીડિતાની તબીબી તપાસ કરાવી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ક્યારેક ઓળખીતા લોકો પર મૂકેલો વિશ્વાસ પણ જીવલેણ સાબિત થઈ શકે છે.


આ પણ વાંચો: ડૉક્ટરનો નોકરાણી પર બળાત્કાર, વીડિયો બનાવી 14 મહિના બ્લેકમેલ

આ પણ વાંચો: ઓડિશામાં દિલ દહોળી નાખે એવી ઘટના: યુવતી પર બે વાર બળાત્કાર બાદ હત્યા

આ પણ વાંચો: છત્તીસગઢ હાઈકોર્ટનો ચુકાદો: પ્રવેશ વિના સ્ખલન બળાત્કાર નહીં, પરંતુ પ્રયાસ