Tapi News/ ઉકાઈમાં મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક લાંચ લેતા ઝડપાયો

Bribe લેનારા ઉકાઇ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીના અધિકારીની ધરપકડ

Gujarat Others
લાંચ (Bribe) લેતા ઉકાઈ મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક લાંચ લેતા એસીહીની જાળમાં ફસાયો

Tapi News : પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત હેઠળ લાભાર્થિઓને બાઇક તથા ઇન્સ્યુલેટેડ બોક્ષ ખરીદવા માટેની સબસીડી આપવાના બદલામાં રૂ.6,000ની લાંચ (Bribe)લેનારા ઉકાઈ આંતર સ્થલીય મત્સ્યોદ્યોગ વિકાસ કેન્દ્ર,મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીના મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક તેજસ રમેશભાઈ ચૌધરીની ACBએ ધરપકડ કરી હતી.

આ કેસની વિગત મુજબ ACB.ને આધારભુત માહિતી મળી હતી કે, તાપી જીલ્લાના ઉકાઇ ખાતે આવેલ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીના અધિકારી/કર્મચારીઓ દ્વારા પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત હેઠળ લાભાર્થિઓને બાઇક તથા ઇન્સ્યુલેટેડ બોક્ષ ખરીદવા માટેની સબસીડી આપવાના અવેજપેટે લાભાર્થિઓ પાસેથી રૂ.5,000થી રૂ.8,000 સુધીની લાંચ(Bribe)ની માંગણી કરવામાં આવે છે.

જે આધારે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત પસંદગી પામેલ લાભાર્થિનો સહકાર મેળવી તેઓએ ખરીદેલ બાઇક અને ઇન્સ્યુલેટેડ બોક્ષની સબસીડી મેળવવા માટે ડોક્યુમેન્ટ સબમીટ કરવાની કાર્યવાહીના અવેજ પેટે આક્ષેપિતે સહકાર આપનાર લાભાર્થિ સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.6,000ની લાંચની માંગણી કરી ઉકાઇ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક(સી)ની ઓફિસમાં સ્વીકારી, સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કર્યો હતો.

 


આ પણ વાંચો : પાલનપુર નજીક ACBનો સફળ ટ્રેપ, વાહન ફિટનેસ સર્ટિફિકેટ માટે લાંચ લેતા કર્મચારી ઝડપાયા

આ પણ વાંચો : ગુજરાતના ભ્રષ્ટ IAS અધિકારીને મોટો ઝટકો! 3.12 કરોડની લાંચ કેસમાં PMLA કોર્ટે જામીન અરજી ફગાવી

આ પણ વાંચો : ખંભાતના પોલીસ કર્મીની 30 હજારની લાંચના આરોપમાં ધરપકડ