Khambhat News: ભ્રષ્ટાચાર (Corruption) ડામવા માટે સરકાર ડિજિટલ ગવર્નન્સ (Digital Governance) ને પ્રોત્સાહન આપતી હોવા છતાં પણ ભ્રષ્ટાચાર અટકવાનું નામ લેતો નથી. તેનો વધુ એક પુરાવો મળ્યો છે. ખંભાતની પ્રાંત કચેરીના કર્મચારીની 30 હજાર રૂપિયાની લાંચ (Bribe)ના આરોપમાં ધરપકડ કરવામાં આવતા ખંભાતની કચેરીમાં સન્નાટો વ્યાપી ગયો છે. એસીબીની આ ધરપકડ બતાવે છે કે ભ્રષ્ટાચારના મૂળિયા કેટલા ઊંડા છે.

ફરિયાદીએ અશાંત ધારા હેઠળ જમીન લીધી હતી
આ કેસમાં ફરિયાદી અને ભાગીદારે ખંભાત શહેરમાં જમીન રાખી હતી અને તેમા પ્લોટ પાડેલા હતા. આ જમીન પાછી અશાંતધારા હેઠળ આવતી હતી. તેથી પ્લોટ વેચાણ માટે આપવા અશાંતધારાની મંજૂરી જરૂરી હતી. આના પગલે જમીનના માલિકે વેચાણ લેનારની વિગત સાથે ખંભાતની પ્રાંતની પોલીસ કચેરી ખાતે અરજી કરી હતી. અહીં પ્રાંત કચેરીના કર્મચારીએ અરદી દીઠ 15 હજાર એમ બે અરજીના 30 હજાર રૂપિયાના લાંચની માંગણી કરી હતી.

લાંચ(Bribe)ની ખુલ્લી માંગણીથી અરજી કરનારા સ્તબ્ધ
હવે સરકારી કામ હોઈ આ રીતે લાંચની ખુલ્લી માંગણીથી અરજદાર સ્તબ્ધ થઈ ગયા હતા. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય તેમણે આણંદ એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે આણંદ એસીબીએ લાંચના છટકુ ગોઠવ્યુ હતુ. આ છટકા મુજપ પહેલી માર્ચના રોજ આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાત કરી તી. તેના પછી આરોપીએ ફરિયાદી પાસેથી લાંચના 30 હજાર રૂપિયાના નાણા સ્વીકારી સરકારી અધિકારી તરીકેના તેના જાહેર હોદ્દાનો દૂરુપયોગ કર્યો હતો. સરકારી અધિકારી દ્વારા લાંચ માંગવી તે ગંભીર ગુનો છે.

ડિજિટલ ગવર્નન્સ (Digital Governance) છતાં ભ્રષ્ટાચાર જારી
આ તો જાહેર થયેલો એક જ કેસ છે. આવા તો લાંચના સંખ્યાબંધ કેસો હશે જેમા સામાન્ય લોકો સરકારી તંત્રથી બચવા માટે લાંચના રૂપિયા ચૂકવી દેતા હશે. સરકારી કર્મચારી હેરાન કરે તે ડરે પોલીસ સુધી પહોંચવાની પણ હિંમત તેઓ નહીં કરતાં હોય. તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારમાં લાંચ માંગવાનો એક કેસ બહાર આવ્યો તો તેની સામે અગણિત કેસ હશે જેમા લાંચ વસૂલી પણ લેવાઈ હશે. આમ ન હોય તો કેટલાય સરકારી કર્મચારી લોકોની પરસેવાની કમાણીના રૂપિયા લઈને આટલા તાગડધિન્ના ન કરતાં હોત.
આ પણ વાંચો: રાજકોટમાં CGSTનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો
આ પણ વાંચો: સાવધાન વેપારીઓ! સુરતમાં 4 લાખની લાંચ માંગનાર નકલી ઇન્કમટેક્સ ઓફિસર ઝડપાયો
આ પણ વાંચો: મેંદરડા તાલુકા વિકાસ અધિકારી 80,000ની લાંચ લેતા ACBએ ઝડપ્યો
