મેંદરડા તાલુકાના એક ગામમાં ATVT (આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો) પ્રોજેક્ટમાં ગેરરિતી સામે આવી છે. તાલુકા વિકાસ અધિકારી ટી. વી. રાદડિયા ATVTના કામોમાં લાંચ માંગતા ACBના સંકજામાં ફસાયા. માહિતી મુજબ, રૂ. 80 હજારની લાંચ લેતી વખતે અધિકારીને ACBએ પકડ્યા હતા.
ACBના દ્વારા તરત જ કાર્યવાહી કરતા અધિકારીની અટકાયત કરી અને લાંચ આપનારને પણ પૂછપરછ માટે બોલાવામાં આવ્યો હતો. હાલ મામલો વહીવટી તપાસ હેઠળ છે અને અધિકારી પર કાયદેસર કાર્યવાહી માટે તંત્ર કડક બન્યુ છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ સર્જી દીધો છે, ખાસ કરીને ATVTના પ્રોજેક્ટોની પારદર્શિતા અને કાર્યક્ષમતા અંગે. અનેક સવાલો થઈ રહ્યા છે.
સ્થાનિક લોકોના મત અનુસાર, આવા પગલાં ATVT જેવા વિકાસ પ્રોજેક્ટોને વધુ સ્વચ્છ અને પારદર્શક બનાવવામાં મદદ કરશે. વહીવટી તંત્ર હવે તપાસમાં આગળ વધીને તમામ કાયદેસર પગલાં લેવા માટે તૈયાર છે. ATVTના પ્રોજેક્ટ્સમાં લાંચ-ભ્રષ્ટાચાર નિવારવા માટે રાજ્યના વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવતા આવી ઘટનાઓ ઘટી શકે છે.
રંગે હાથે પકડાયા અધિકારી
મેંદરડા તાલુકા વિકાસ અધિકારી 80,000 ની લાંચ લેતા ACBના રંગે હાથે હાથે ઝડપાયા છે, મેંદરડા તાલુકાના એક ગામે ATVT(આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો)ના કામો મામલે તાલુકા વિકાસ અધિકારી ટી વી રાદડિયા દ્વારા લાંચ માંગવામાં આવી હતી. ACB દ્વારા ભષ્ટ્ર અધિકારી સામે કડક કાર્યવાાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:CGSTના બે અધિકારી સહિત ત્રણ જણા સામે લાંચનો ગુનો દાખલ, એક આરોપી ઝડપાયો
આ પણ વાંચો:સ્વચ્છતા અભિયાન હેઠળ મળતી સહાય માટે લાંચ લેતા તલાટી ઝડપાયો
