Rajkot News/ રાજકોટમાં વંદે ભારત ટ્રેનની અડફેટે 3 લોકો, 1નું મોત, ગોંડલ ચોકડી પાસે બની આ ઘટના

રાજકોટમાં વંદે ભારત ટ્રેનની અડફેટે ત્રણ વ્યક્તિઓ આવ્યા છે. ગોંડલ ચોકડી પાસે એક કરુણ ઘટના બની છે,

Gujarat Top Stories Rajkot
રાજકોટમાં વંદે ભારત ટ્રેનની અડફેટે 3 લોકો, 1નું મોત, ગોંડલ ચોકડી પાસે બની આ ઘટના

રાજકોટમાં વંદે ભારત ટ્રેનની અડફેટે ત્રણ વ્યક્તિઓ આવ્યા છે. ગોંડલ ચોકડી પાસે એક કરુણ ઘટના બની છે, જેમાં વંદે ભારત ટ્રેને 3 વ્યક્તિઓને હડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર અકસ્માતમાં હડફેટે આવેલા 3 વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલો અકસ્માત છે કે આત્મહત્યાનો પ્રયાસ, તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓને ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયા છે. આ ઘટનાને પગલે રેલવે તંત્ર અને સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયાં હતાં.

 

બપોરે વંદે ભારત ટ્રેન પોતાના નિર્ધારિત રૂટ પર પસાર થઈ રહી હતી. તે દરમિયાન અચાનક 3 વ્યક્તિઓ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેનને તાત્કાલિક ઉભી રાખવાની ફરજ પડી હતી. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ કરવામાં આવતા જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.