Entertainment News/ અરિજીત સિંહના નિર્ણય પર ઈલા અરુણને ભરોસો….કહ્યું, “…કદીયે પસ્તાવો નહિં થાય!!”

Arijit Singh (અરિજીત સિંહ)ની ટીચર રહી ચૂકેલી ઈલા અરુણની અરિજીતના આ પ્લેબેક સિંગિંગમાંથી બ્રેક લેવાના નિર્ણય વિશે પ્રતિક્રિયા સામે આવી છે….

Trending Entertainment
Arijit Singh, અરિજીત સિંહ,બ્રેક ,નિર્ણય ,ઈલા અરુણ

Entertainment News: બોલીવુડ સિંગર અરિજીત સિંહ (Arijit Singh) દ્વારા પ્લેબેક સિંગિંગથી હાલ તો સંન્યાસ લેવાનું એલાન કરવામાં આવ્યું છે, અને હવે એ કોઇ નવું ગીત નહિં ગાય એમ જણાવ્યું છે. આ જાહેરાતથી આખું સોશિયલ મીડિયા ખળભળી ઉઠ્યું છે અને દરેક હેરાન છે કે આટલી નાની ઉંમરમાં સિંગરે (Bollywood Singer) આવો નિર્ણય કેમ લઇ લીધો? હવે અરિજીતની ટીચર રહી ચૂકેલી ઈલા અરુણ (Ela Arun)ની અરિજીતના આ બ્રેક (Break) વિશે પ્રતિક્રિયા સામે આવી છે.

Arijit Singh, અરિજીત સિંહ,બ્રેક ,નિર્ણય ,ઈલા અરુણ

‘ફેઇમ ગુરુકુળ’ શોની યાદ તાજી કરી

ઈલા અરુણ વર્ષ 2005 માં રિલીઝ રિયાલિટી શો ‘ફેઇમ ગુરુકુળ’ (Fame Gurukul) માં જજ સ્વરુપે સામેલ હતી. આ શોથી જ અરિજીતે પોતાની મેઇનસ્ટ્રીમ કેરિયરની શરુઆત કરી હતી. એમાં એ વિનર તો ન બન્યો પણ આ દરમિયાન, ઈલા અરુણે એને ઘણો જ સપોર્ટ કર્યો હતો. એ બંનેની એક ક્લિપ વાયરલ બની હતી જેમાં આ યુવા સિંગર ડૂસકા ભરીને રડતો નજરે ચઢે છે!

એને આ શોમાંથી બહાર જતાં ઈલાએ 3 વાર બચાવ્યો હતો અને એ જાણી ગઈ હતી કે એ સૌથી વધુ ટેલેન્ટેડ છે. એણે કહ્યું કે, જજ જાવેદ ભાઈ, શંકર મહાદેવન સાહેબ અને કેકે (Javed Akhtar, Shankar Mahadevan, KK) એ તો એને બહાર કરી દીધો હતો. જે દિવસે એ એલિમિનેટ થયો એ જ દિવસે મેં કહેલું કે, “અરિજીત જ લાંબી રેસનો ઘોડો છે! એ મને ઘણો પસંદ છે…હું એને આ (જીંદગીના) નવા ચેપ્ટર માટે ઢગલાબંધ શુભકામનાઓ આપું છુ. મારી દુઆઓ હંમેશા એની સાથે છે!”

અરિજીત સિંહના (Arijit Singh) બ્રેકથી ચોંકી ઈલા અરુણ

ઈલા અરુણે અરિજીતના બ્રેક લેવાના ન્યૂઝ વિશે ટિપ્પણી કરતા કહ્યું કે, “હું તો હેરાન રહી ગઇ! છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા બધા સારા બોલીવુડ ગીતો (Bollywood Songs) એણે ગાયા છે. એના યુવા ફેન્સ અત્યંત દુ:ખી છે. આટલી બધી છોકરીઓનું દિલ તોડી નાખ્યું છે એણે!! એ સતત એક જ પ્રકારના ગીતો ગાયા કરતો હતા આથી જ કદાચ એ હવે કશુંક નવું કરવા ઇચ્છે છે. કદાચ એ સ્વયંને વારંવાર રિપીટ કરવા ઇચ્છતો નથી! હું એને જેટલી જાણું છું એ મુજબ એ કોઇ રેસમાં નથી ભાગતો….એ ભીતરથી એક આધ્યાત્મિક માણસ (Spiritual Person) છે. કદાચ એ હવે થાકી ગયો છે…એક સેચ્યુરેશન પોઇંટ પર આવી ગયો છે!”

Arijit Singh, અરિજીત સિંહ,બ્રેક ,નિર્ણય ,ઈલા અરુણ

અરિજીતના સ્ટારડમ પર ઈલા અરુણની પ્રતિક્રિયા

“એણે જોઇ લીધુ હશે કે અન્ય સિંગર્સ એની નકલ કરવા લાગ્યા છે! કદાચ વિચાર્યું હશે કે, બસ હવે બહુ થયું…એ ઓછું બોલનારો માણસ છે પણ ગર્વિષ્ઠ નથી! એ પોતાની ધૂનમાં રહે છે. કદાચ મનમાં એવું હશે કે મારું મ્યુઝીક (Music) આ ગાંડાઓથી ક્યાંય બહેતર છે અને મારે એમનું સાંભળવું પડે છે! કેટલાક લોકો એને ઘમંડી (Arrogant) સમજી શકે છે પણ ક્યારેક કોઈ કલાકાર જો ઘમંડી ન હોય તો લોકો એને ઘણી હળવાશથી લે છે! મને એના પર પૂર્ણ ભરોસો છે…હું એના નિર્ણય વિશે નથી પૂછી રહી…મને નથી લાગતુ કે એ પસ્તાશે! કંઇક સમજી-વિચારીને જ એણે આટલો મોટો નિર્ણય લીધો હશે ને? એ ઘણો સમજદાર વ્યક્તિ છે.”

Arijit Singh, અરિજીત સિંહ,બ્રેક ,નિર્ણય ,ઈલા અરુણ

“એ એક રેસ્ટોરન્ટ ચલાવે છે જ્યાં લોકો 40 રુપિયામાં જમે છે!”

ઈલા અરુણે વધુમાં અરિજીતની લાઇફસ્ટાઇલ અને ભાવિ કેરિયર પસંદગી વિશે વાતો પણ કરતા જણાવ્યું કે, કદાચ એ આગળ જતા સંજય લીલા ભણશાળી બની શકે છે. આ પ્રતિભાશાળી ગાયિકાએ આગળ કહ્યું કે, “અરિજીત થોડો સંત (Saint) માણસ છે. એ પોતાના હોમટાઉનમાં રહે છે અને ઘરેથી જ કામ કરે છે. એ એક રેસ્ટોરન્ટ ચલાવે છે જ્યાં લોકો 40 રુપિયામાં જમે છે! એણે ક્યારેય સ્ટાર (Film Star) જેવો ઘમંડ દેખાડ્યો નથી! હું તો એને બાળપણથી જ ઓળખું છે અને આજે તો એ ઘણો પરિપક્વ થઇ ગયો છે, મતલબ કે ઘણો મોટો અને સમજદાર બની ગયો છે…એણે બધાને પાછળ છોડી દીધા છે!”

“ભાવિ સંજય લીલા ભણશાળી બની શકે છે!”

“એ આસાનીથી સપનાની દુનિયામાં રહી શકતો હતો, જ્યાં બધું જ જૂઠ્ઠું લાગે પણ એ પોતાના મૂળ સાથે જોડાયેલો રહ્યો! એની અંદર એક દૈહિક શક્તિ છે જેને તમે ગાંડપણ કહો કે ઝનૂન (Obsession)…જે પણ કહો! એ હાલમાં જ નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui)ની પુત્રી સાથે એક ફિલ્મ ડાયરેક્ટ કરી રહ્યો હતો…મેં કદી નહોતુ વિચાર્યુ કે, એ દિગ્દર્શન તરફ પણ આગળ વધશે! એ એવા લોકોમાં સામેલ નથી જેઓ પૈસા માટે બેચેન છે, પણ એમાં એવી કાબેલિયત છે કે એ ભાવિ સંજય લીલા ભણશાળી (Sanjay Leela Bhansali) બની શકે છે!”


આ પણ વાંચો: જયા બચ્ચન…તમે આ શું કહ્યું?…લગ્ન ‘આઉટડેટેડ’ ટ્રેન્ડ…સિંગલ છે બોલીવુડની આ મહિલાઓ…!

આ પણ વાંચો: સંજય લીલા ભણશાળી અને ઇસ્માઇલ દરબાર વિવાદ પર પુત્ર અવેઝનું બયાન…’હીરામંડી’ કેમ છોડી..!

આ પણ વાંચો: ઐશ્વર્યા રાયને મુસ્લિમ બનાવીશ પછી લગ્ન કરીશ, પાકિસ્તાની મૌલવી અબ્દુલ કાવી