gujarat weather news/ માવઠાનો માર! ગુજરાતમાં કયા 8 જિલ્લામાં વરસાદની આગાહી છે? જાણો સંપૂર્ણ વિગત

ગુજરાતમાં હવામાન (Weather) વિભાગે આજે 8 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. પંચમહાલ અને મહીસાગરમાં વરસાદ પડતા ખેડૂતો ચિંતિત. પાક બચાવવા તંત્રની સૂચના.

Gujarat Top Stories Ahmedabad
Gujarat Weather Update Today

Gujarat Weather Update: ગુજરાતમાં શિયાળો વિદાય લે તે પહેલા વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગે આજે સોમવાર, 2 ફેબ્રુઆરી 2026 ના રોજ રાજ્યના 8 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી કરી છે. પંચમહાલ અને મહીસાગરના કેટલાક વિસ્તારોમાં તો વહેલી સવારથી જ વરસાદી ઝાપટાં પડતા ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે.

Gujarat Weather Update Today

Weather : કયા 8 જિલ્લામાં છે માવઠાની આગાહી?

હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે. જેમાં ખાસ કરીને અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ અને ભરૂચ જિલ્લાનો સમાવેશ થાય છે.

પંચમહાલ અને મહીસાગરમાં મેઘમહેર કે આફત?

આજે સવારથી જ પંચમહાલના શહેરા તાલુકાના મોરવા રેણાં પંથકમાં અને મહીસાગરના સંતરામપુર પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભરશિયાળે પડેલા આ કમોસમી વરસાદને કારણે રવી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Gujarat Weather Update Today

ખેડૂતો માટે ખેતીવાડી વિભાગની ખાસ એડવાઈઝરી

કમોસમી વરસાદની આગાહીને પગલે ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા માટે મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે. જે ખેડૂતોએ પાકની કાપણી કરી લીધી હોય, તેમણે તૈયાર માલને ત્વરિત સલામત સ્થળે ખસેડવો અથવા તાડપત્રીથી વ્યવસ્થિત ઢાંકી દેવો જોઈએ. વાદળછાયા વાતાવરણમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કે ખાતર આપવાનું ટાળવું હિતાવહ છે. આ ઉપરાંત, APMCમાં પાક વેચવા આવતા ખેડૂતોએ પોતાની પેદાશોને શેડ નીચે રાખવા અને વાવેતર માટેના બિયારણ તેમજ ખાતરના જથ્થાને પલળતો અટકાવવા ખાસ તાકીદ કરવામાં આવી છે.

ખેડૂતો વધુ માર્ગદર્શન માટે કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800-180-1551 પર સંપર્ક કરી શકે છે.


આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન

આ પણ વાંચો:ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી

આ પણ વાંચો:જાન્યુઆરીના અંત સુધી ઠંડી, ધુમ્મસ અને કમોસમી વરસાદની શક્યતા