Entertainment News/ સંજય લીલા ભણશાળી અને ઇસ્માઇલ દરબાર વિવાદ પર પુત્ર અવેઝનું બયાન…’હીરામંડી’ કેમ છોડી..!

સંજય લીલા ભણશાળી અને ઇસ્માઇલ દરબાર વચ્ચે વેબ સિરીઝ હીરામંડી બાબતે તિરાડ પડી ચૂકી છે અને વિવાદ ત્યાં સુધી વધી ગયો કે…અવેઝ દરબારે આ અંગે…

Trending Entertainment
સંજય લીલા ભણશાળી અને ઇસ્માઇલ દરબાર વિવાદ હીરામંડી

Entertainment News: સંજય લીલા ભણશાળી અને ઇસ્માઇલ દરબાર વચ્ચે વેબ સિરીઝ ‘હીરામંડી’ પછી ઉઠેલો વિવાદ ઘણો ચર્ચાસ્પદ બન્યો છે. આ પછી આ પ્રતિભાવાન સંગીતકારે ભણશાળી સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. આ અંગે હવે ઇસ્માઇલ દરબારના પુત્ર અવેઝ દરબારે પોતાની ચૂપકિદી તોડી છે!

સંજય લીલા ભણશાળી અને ઇસ્માઇલ દરબાર વિવાદ હીરામંડી

‘હમ દિલ દે ચૂકે સનમ’ અને ‘દેવદાસ’ (Hum Dil De Chuke Sanam, Devdas) જેવી બ્લૉકબસ્ટર બોલીવુડ મૂવીઝની આ હીટ બેલડી તૂટી ગઈ છે! પ્રતિભાવાન દિગ્દર્શક સંજય અને સંગીતના બેતાજ બાદશાહ એવા ઇસ્માઇલ…આ બંનેનો સંબંધ હંમેશાંથી જ ચડાવ-ઉતારભર્યો રહેલો છે! પરંતુ આ સમયે એ બંને વચ્ચે તિરાડ પડી ચૂકી છે અને વિવાદ (Dispute) ત્યાં સુધી વધી ગયો કે ઇસ્માઇલદરબારે અને સંજયલીલા ભણશાળી સાથે કામ નહિં કરવાના સોગંધ ખાઇ લીધા! આ વિવાદ ક્યાંથી શરુ થયો અને આવું કેમ બની ગયું એની અટકળો તમામ લોકો લગાવી રહ્યાં છે ત્યારે સ્વયં ઇસ્માઇલ દરબારના દીકરા અવેઝ દરબાર (Awez Darbar)નું રિએક્શન સામે આવ્યું છે!

તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઇસ્માઇલ દરબારના સુપુત્ર અવેઝ દરબારે સંજય લીલા ભણશાળી સાથે પોતાના પિતાના અણબનાવ અંગે ખૂલીને વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, બંનેનો સંબંધ ‘ટૉમ એન્ડ જેરી’ (Tom and Jerry) જેવો છે!

સંજય લીલા ભણશાળી અને ઇસ્માઇલ દરબાર વિવાદ હીરામંડી

અવેઝ દરબારે શું જણાવ્યું?

ભણશાળી અને દરબાર…એક ઉચ્ચ કક્ષાનો ફિલ્મ દિગ્દર્શક (Film director) અને બીજો સંગીતનો દિગ્ગજ..!! બોલીવુડ (Bollywood)ની આ બંને દિગ્ગજ હસ્તીઓ અંગે જણાવતા અવેઝ દરબારે કહ્યું કે, સંજય લીલા ભણશાળી અને ઇસ્માઇલ દરબારનો સંબંધ ‘ટૉમ એન્ડ જેરી’ સમાન છે! એ બેઉ પરસ્પર ગુસ્સો કરીને પ્રોજેક્ટ છોડી દે છે, મેં અનેકવાર આવું જોયું છે…ઘણા વર્ષોથી એમની આ પૅટર્ન બની ચૂકી છે!

આ વિવાદ પર વધુ પ્રકાશ પાડતા એણે આગળ કહ્યું કે, “શરુ-શરુમાં આ મારા પરિવાર માટે આશ્ચર્યજનક અને ચોંકાવનારું હતું, બંનેના સંબંધ અંગે અમારો દ્રષ્ટિકોણ હંમેશાં એકસમાન જ રહ્યો છે, પરંતુ હું આ સંબંધોને સમજી શક્યો નથી! બંને એકબીજાનું ઘણું સન્માન કરે છે, પણ બંને વચ્ચે ઘણા બધા ‘ઈગો ક્લૅશ’ (Ego clash) થતા રહે છે!”

સંજય લીલા ભણશાળી અને ઇસ્માઇલ દરબાર વિવાદ હીરામંડી

ઇસ્માઇલ દરબાર અને સંજય લીલા ભણશાળી મા કઇ બાબતે થયો વિવાદ?

ઇસ્માઇલદરબાર અને સંજય લીલા ભણસાલી (Ismail Darbar and Sanjay Leela Bhansali)ની વચ્ચે વિવાદની જડ ‘હીરામંડી: ધ ડાયમંડ બાઝાર’ (Heeramandi) વેબ સિરીઝને લઇને શરુ થયો હતો! આ પ્રતિભાવાન સંગીતકારે (Music Director) પૂરા દોઢ વર્ષ સુધી આ પ્રોજેક્ટ પર કામ શરુ કર્યુ હતુ. મીડિયામાં પ્રસિદ્ધ એક અહેવાલમાં, એમના યોગદાનને કરોડરજ્જુ સમાન ગણાવીને દરબારની વાવવાહી કરવામાં આવી અને એ પછી ભણશાળીને એવું લાગ્યું કે, પ્રસિદ્ધિ મેળવવા માટે આ કારસ્તાન ઇસ્માઇલ દરબારે જ કરાવડાવ્યું છે! આ ઘટના બાદ બંનેની મધ્યમાં એક દિવાલ ઊભી થઇ ગઇ હતી.

સંજય લીલા ભણશાળી અને ઇસ્માઇલ દરબાર વિવાદ હીરામંડી

હીરામંડી કેમ છોડી?

અવેઝ દરબારને જ્યારે પૂછવામાં આવ્યું કે તેના પિતાએ વેબ સિરીઝ હીરામંડી કેમ છોડી દીધી? આ પ્રશ્નના ઉત્તરમાં એણે જવાબ આપતા જણાવ્યું કે, “એમણે ફક્ત હીરામંડી જ નહિં પરંતુ, સંજય લીલા ભણશાળી સાથેના તમામ પ્રોજેક્ટો રદ કરીને એમનો સાથ છોડી દીધો હતો! મને એ તો ખબર નથી કે આમ કેમ થયું, મને તો એમણે આ અંગે કદી કંઇ પણ કહ્યું નથી…જ્યારે-જ્યારે પણ એવું કંઇ બન્યું છે એવા સમયે હું ત્યાં ગેરહાજર હતો!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ‘સંજય લીલા ભણસાલીએ વધારે ડાયરેક્ટ નથી કર્યું’, હીરામંડી સ્ટારે કર્યો ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો: હવે સંજય લીલા ભણસાલી ‘ઇન્શાઅલ્લાહ’ પર  કામ કરવા માંગે છે, ડિરેક્ટરે ફિલ્મ વિશે ખુલીને કરી વાત

આ પણ વાંચો: કંગના રનૌત સંજય લીલા ભણસાલીની મોટી ફેન, વખાણ કરતા ડાયરેક્ટરને કહ્યું  ‘ભગવાન’