Ahmedabad News : અમદાવાદના ઝોન-7 LCBનીટીમને માહિતીને આધારે સરખેજ મકરબા ટોરન્ટ પાવર રોડ,નવા બનતા બ્રિજ પાસે સત્યદીપ હાઈટ્સ નજીકથી ચાર શખ્સોને ઝડપી લીધા હતા.તેમની પાસેથી પોલીસે રૂ.8,70,40,000ની કિંમતની 8 કિલો 704 વજનની એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલ્ટી). છ મોબાઈલ અને સ્વીફ્ટ કાર મળીને કુલ રૂ. 8,76,85,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વ્હેલ માછલીની ઉલ્ટી મુદ્દે
ધરપકડ કરાયેલા આરોપીએમાં અમદાવાદના નરોડામાં રહેતા રીન્કુસિંહ એસ.રાજપુત, નરોડાના શસાંક આર.પાંડે, મણીનગરના એજેક્ષ એસ.વ્યાસ અને મણીનગરમાં જ રહેતા જતીન એન.પાટીલનો સમાવેશ થાય છે.આરોપીઓએ આ એમ્બરગ્રીસ કોની પાસેથી મેળવી અને કોને આપવાના હતા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નિષ્ણાતોના મતે, વ્હેલ સમુદ્રમાં વિવિધ પ્રકારની વસ્તુઓનું સેવન કરે છે. જે વસ્તુઓ તેનું શરીર પચાવી શકતું નથી તે તેના મોઢામાંથી ઉલ્ટીના સ્વરૂપમાં બહાર આવે છે, જેને એમ્બરગ્રીસ કહેવાય છે. એમ્બરગ્રીસ એટલે કે વ્હેલની ઉલટી ઘન મીણના પથ્થર જેવી દેખાય છે, જે ગ્રે અથવા કાળા રંગની હોય છે. આ કારણે એમ્બરગ્રીસ લાખોમાં વેચાય છે કારણ કે તેનો ઉપયોગ અત્તર અને દવાઓ બનાવતી મોટી કંપનીઓ કરે છે.
જો કે વ્હેલની ઉલ્ટીમાં ખૂબ જ ખરાબ ગંધ આવે છે, તે થોડા સમય પછી ઓછી થઈ જાય છે. પરફ્યુમમાં એમ્બરગ્રીસનો ઉપયોગ કરવાથી તેની સુગંધ લાંબા સમય સુધી રહે છે. આ કારણોસર, ઘણી કંપનીઓ વ્હેલ ઉલટી માટે ઊંચી કિંમત ચૂકવવા તૈયાર છે. પરફ્યુમ સિવાય વ્હેલની ઉલટીનો ઉપયોગ ઘણી દવાઓમાં પણ થાય છે. જાતીય સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ખાસ કરીને દવાઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય સિગારેટનો સ્વાદ ચડાવવા માટે પણ ઉલ્ટીનો ઉપયોગ થાય છે.
ભારતમાં ઉલ્ટીના વેચાણ પર પ્રતિબંધ છે. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ, ભારતમાં વ્હેલની ઉલટી રાખવા અને વેચવા બંને પર પ્રતિબંધ છે. આ સાથે વ્હેલમાંથી બનેલી કોઈપણ વસ્તુના વેપાર પર પણ પ્રતિબંધ છે. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં તેની સતત માંગ રહે છે.

