Surat News/ સુરત : વ્હેલ માછલીની ઉલટી સાથે SOGએ એક ઇસમની ધરપકડ કરી

પોલીસે વિપુલ પાસેથી પ્લાસ્ટિક બેગની અંદરથી 5,720 કિલોગ્રામ વ્હેલ માછલીની ઉલટી જપ્ત કરી

Gujarat Surat

Surat News : સુરતમાં વ્હેલ માછલીની ઉલ્ટી સાથે SOGએ એક શખ્સની ધરપકડ કરી છે. જેમાં 5.72 કરોડના એમ્બરગ્રીસના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી.છે. ભાવનગરનો એક શખ્સ વહેલ માછલીની ઉલટી લઈને સુરતના વરાછા વિસ્તારમાં વેચાણ માટે ફરી રહ્યો હતો.

જેમાં વરાછાના હીરાબાગ ખાતેથી SOGએ વિપુલ બાંભણિયાની ધરપકડ કરી હતી. પોલીસે વિપુલ પાસેથી પ્લાસ્ટિક બેગની અંદરથી 5,720 કિલોગ્રામ વ્હેલ માછલીની ઉલટી જપ્ત કરી હતી. આ વહેલ માછલીની ઉલટીની કિંમત 5 કરોડ 72 લાખ રૂપિયા થાય છે.

થોડા દિવસ પહેલા ભાવનગર દરિયા કિનારેથી તેને આ વહેલ માછલીની ઉલટી મળી હતી. ત્યારબાદ તે ભાવનગરમાં અલગ અલગ જગ્યાએ આ ઉલ્ટીનું વેચાણ કરવા માટે ફરતો હતો. બાદમાં SOG દ્વારા આરોપીને ગુજરાત ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો છે. ઘણી વખત લોકો વહેલ માછલીની ઉલટી મેળવવા તેનો શિકાર કરતા હોય છે.

વ્હેલ માછલીની સંખ્યા ઓછી થવાના કારણે તેને પ્રતિબંધિત જાહેર કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિપુલ ખેડૂત છે અને એન્ટિક વસ્તુનો જાણકાર છે

એમ્બરગ્રીસ શુ છે

સ્પર્મ વ્હેલના પાચનતંત્રમાથી ઉત્પન્ન થતો મિણ જેવો પદાર્થ છે

જે દરીયા કિનારેથી અથવા દરીયામાં તરતો મળી આવે છે

શરૂઆતમાં તેની દુર્ગંધ આવતી હોય છે પરંતુ સમય જતા તે મીઠી સુગંધમાં ફેરવાઇ જાય છે

તેનો ઉપયોગ પરફ્યુમ ઉધોગમાં પણ થાય છે

જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમા બહુ વધારે હોવાથી તેને ફ્લોટીંગ ગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે

ભારત સહીત ઘણા દેશોમાં સદર વેપાર ગેરકાયદેસર હોય જેથી WILD LIFE PROTECTION ACT 1972 હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરેન્દ્રનગર : બિસ્માર રસ્તાઓને લઇ પ્રાંત અધિકારી લાલઘૂમ

આ પણ વાંચો:સુરેન્દ્રનગર : જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું

આ પણ વાંચો:સુરેન્દ્રનગરના લખતર હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં સાતના મોત, બે કાર ટકરાતા લાગેલી આગમાં મુસાફરો જીવતા ભુંજાયા